ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નોકરીના બહાને નવી દિલ્હી સ્ટેશન પર મહિલા સાથે કર્યો સામૂહિક દુષ્કર્મ - નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ગેંગરેપ

રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બનેલા રૂમમાં મહિલા સાથે ગેંગરેપનો મામલો સામે (Woman raped at New Delhi railway station) આવ્યો છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ચાર રેલવે કર્મચારીઓની (Gang rape on New Delhi railway station platform) ધરપકડ કરવામાં (Gang rape In New Delhi) આવી છે.

Gang rape on New Delhi railway station platform
Gang rape on New Delhi railway station platform

By

Published : Jul 24, 2022, 7:10 AM IST

નવી દિલ્હીઃ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બનેલા રૂમમાં મહિલા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ચાર રેલવે કર્મચારીઓની ધરપકડ કરી છે. તેમાંથી બે પર મહિલા સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે, જ્યારે અન્ય બે કર્મચારીઓ આરોપી સાથે (Gang rape on New Delhi railway station platform) ત્યાં હાજર હતા. સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:મિશન સર ધડ સે અલગ પર આવેલા કટ્ટરવાદી પૂજારીના વાળ કાપી જતા ચકચાર

મહિલાને ધમકી આપી:પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિત 28 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે ફરીદાબાદમાં (New Delhi Railway employee raped ) રહે છે. થોડા સમય પહેલા તેનો પરિચય એક યુવક સાથે થયો હતો, જેણે જણાવ્યું હતું કે, તે રેલ્વેમાં નોકરી કરે છે. ગુરુવારે રાત્રે તેણે મહિલાને (Gang rape In New Delhi) મળવા માટે રેલવે સ્ટેશન પર બોલાવી હતી. તે તેણીને પ્લેટફોર્મ નંબર 8-9 પરના રૂમમાં લઈ ગયો. થોડા સમય બાદ તેના અન્ય ત્રણ મિત્રો ત્યાં આવ્યા, જેઓ નશામાં હતા. મહિલાનો આરોપ છે કે, આમાંથી બે આરોપીઓએ તેની સાથે બળાત્કાર કર્યો જ્યારે અન્ય બે આરોપીઓ ત્યાં હાજર હતા. ઘટના બાદ તેણે મહિલાને ધમકી આપીને ભગાડી દીધી હતી.

તમામ આરોપીઓ રેલવે કર્મચારી છે:બહાર આવ્યા બાદ મહિલાએ પોલીસને ફોન કરીને ઘટનાની જાણકારી આપી હતી. જ્યાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાંથી પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. તેણે પોલીસને તેના અન્ય ત્રણ સાથીઓ વિશે જણાવ્યું. જે બાદ પોલીસ ટીમે દરોડો પાડી તેમની પણ ધરપકડ કરી હતી. ઘટના સમયે ચારેય દારૂના નશામાં હતા. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ રેલવે કર્મચારી છે. રેલવે પોલીસ હાલ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

રેલવેમાં નોકરી: રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ કોલ જૂની દિલ્હી રેલવે સ્ટેશન પોલીસને બપોરે 2.27 વાગ્યે મળ્યો હતો. ત્યાં શોધખોળ કરતાં મહિલા મળી આવી ન હતી. જ્યારે તેના મોબાઈલ પર સંપર્ક કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે, તે નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર છે. ફરીદાબાદની રહેવાસી મહિલાએ પોલીસને જણાવ્યું કે તે એક વર્ષથી તેના પતિથી અલગ રહે છે. તેમના છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. તે રેલવે કર્મચારી બે વર્ષ પહેલા મિત્ર મારફતે મળ્યો હતો. તેણે કહ્યું કે તે તેને રેલવેમાં નોકરી અપાવી શકે છે. જે બાદ તેઓ ફોન પર વાત કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો:તેલંગણા પોલીસે મહારાષ્ટ્રમાં કર્યો સેક્સ રેકેટનો પર્દાફાશ , બાંગ્લાદેશી યુવતીઓ મળી

તેના પર ગેંગરેપ કર્યો: 21 જુલાઈના રોજ રેલવેના એક કર્મચારીએ તેમને ફોન કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આજે તેમના પુત્રનો જન્મદિવસ છે. આ સાથે તેણે નવું ઘર પણ ખરીદ્યું છે. એટલા માટે તેના ઘરે એક નાનકડી પાર્ટી છે. રાત્રે તે મેટ્રોમાં ચડી અને કીર્તિનગર પહોંચી. અહીંથી આરોપી તેને પોતાની સાથે નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8-9 પર લઈ ગયો. અહીં તેણે મહિલાને ઇલેક્ટ્રિકલ સ્ટાફ માટે બનાવેલા નાના રૂમમાં બેસાડી. દરમિયાન તેનો મિત્ર પણ અંદર આવ્યો હતો. તેઓએ રૂમને અંદરથી બંધ કરીને તેના પર ગેંગરેપ કર્યો હતો. બે આરોપીઓએ મહિલા પર દુષ્કર્મ કર્યુ જ્યારે અન્ય બે આરોપીઓ બહાર ચોકી પર હતા.

ABOUT THE AUTHOR

...view details