ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અજમેરમાં ગુજરાતની યુવતી પર સામુહિક દુષ્કર્મ - અજમેર

સમગ્ર વિશ્વ જ્યારે 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી રહ્યો છે, પરંતુ ભારતમાં જ્યાં સુધી મહિલાઓ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી આ દિવસની કોઇ સાર્થકતા રહેતી નથી. રોજબરોજ હૈવાનિયતની હદો વટાવતા કિસ્સાઓ સામે આવી રહી છે. મહિલાઓની અસ્મિતાની નનામી કાઢવામાં આવી રહી છે. અજમેરમાં મહિલા દિવસના રોજ ગુજરાતની યુવતી પર સામુહિક દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે.

સામુહિક દુષ્કર્મ
સામુહિક દુષ્કર્મ

By

Published : Mar 8, 2021, 6:14 PM IST

  • મહિલાઓની અસ્મિતાની નનામી કાઢતો કિસ્સો
  • અજમેરમાં ગુજરાતની યુવતી પર સામુહિક દુષ્કર્મ
  • યુવતીને હવસનો શિકાર બનાવીને બેહોશ હાલતમાં છોડીને નાસી ગયા આરોપીઓ

રાજસ્થાન : એક તરફ જ્યાં સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા સાથે સ્ત્રીનું માન-સમ્માન અને ઇજ્જતને લઇને મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અજમેરમાં ગુજરાતની એક યુવતી પર અમુક લોકોએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ યુવતીને હવસનો શિકાર બનાવીને દુષ્કર્મ આચરનારા લોકોએ તેને બેહોશ હાલતમાં છોડીને નાસી ગયા હતા. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન આ યુવતી મળી આવી હતી. જે બાદ તેને JLN હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

અજમેરમાં ગુજરાતની યુવતી પર સામુહિક દુષ્કર્મ

આ પણ વાંચો -વધુ એક સગીરા દુષ્કર્મનો ભોગ બની, ગ્રેટર નોઈડામાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ

યુવતી બેભાન અવસ્થામાં જોવા મળી

અજમેર દક્ષિણના DSP મુકેશ સોનીએ જણાવ્યું કે, રામગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિગ કરી રહી હતી. જે દરમિયાન એક યુવતી બેભાન અવસ્થામાં જોવા મળી હતી, જેને પોલીસકર્મીઓએ ગંભીરતાથી લઈ તાત્કાલિક JLN હોસ્પિટલમાં મોકલી આપી હતી. તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જે બાદ તેમનું નિવેદન અલવર ગેટ પોલીસ અધિકારી સુનિતા ગુર્જર દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું હતું. જેમાં પીડિતાએ જણાવ્યું હતું કે, કેટલાક યુવકો તેને કોઈ જગ્યાએ લઈ ગયા હતા અને તેને પોતાની વાસનાનો શિકાર બનાવ્યો હતો. જે બાદ આરોપીઓ તેને છોડીને નાસી છૂટ્યા હતા.

આ પણ વાંચો -અમદાવામાં પરપ્રાંતીય યુવતીને દારૂ પીવડાવી આચર્યું સામુહિક દુષ્કર્મ

CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે

DSP સોનીએ જણાવ્યું હતું કે, પીડિતા ગુજરાતની છે. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પીડિતાનું લેખિતા નિવેદન આપ્યું હતું. હાલ પોલીસ આરોપીઓની શોધ કરી રહી છે. આ કેસમાં ફરિયાદ દાખલ કરીને CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો -ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી પર સામુહિક દુષ્કર્મને લઇ ડીસામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

ABOUT THE AUTHOR

...view details