ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સગીરાને જંગલમાં લઈ જઈને 4 શખ્સોએ ગંદુકામ કર્યું, આવી હાલતમાં છોડી પલાયન - ઝારખંડ પોલીસ

રાંચીમાં એક સગીરાનું અપહરણ (Kidnapping And Rape Case in Jharkhand) કરીને તેની સાથે સામૂહિક દુષ્કર્મ (Gangrape in Jharkhand) કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ચાર ગુનેગારો સંડોવાયેલા છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે પીડિતાનું નિવેદન નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. એવું પણ જાણવા મળ્યું છે કે, આ પીડિતા ફૂટબોલ પ્લેયર હતી.

સગીરાને જંગલમાં લઈ જઈને 4 શખ્સોએ ગંદુકામ કર્યું, આવી હાલતમાં છોડી પલાયન
સગીરાને જંગલમાં લઈ જઈને 4 શખ્સોએ ગંદુકામ કર્યું, આવી હાલતમાં છોડી પલાયન

By

Published : Aug 3, 2022, 3:20 PM IST

Updated : Aug 3, 2022, 3:40 PM IST

રાંચીઃઝારખંડના રાંચીમાંથી એક હચમચાવી (Kidnapping And Rape Case in Jharkhand) નાંખે એવી ઘટના સામે આવી છે. જેમાં એક સગીરા સાથે કુકર્મ કરીને હવસખોરોએ એને પીંખી નાંખી હતી. રેલ્વે સ્ટેશનથી ઘરે પરત ફરી રહેલી સગીરાનું અપહરણ (Minor Girl Rape Case Jharkhand) કરીને ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ કેસમાં ચાર અજાણ્યા ગુનેગારોએ સગીરાને પીંખી નાંખી હતી. સમગ્ર ઘટનાને અંજામ આપવા માટે સગીરાને દસમધોધના (Dasam waterfall Jharkhand) જંગલમાં લઈ જઈને દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: લઈ જાઓ લઈ જાઓ 200નું તેલ 100 રૂપિયામાં, સરકારે કર્યો નવો નિર્ણય

ફરિયાદ નોંધાઈ:ખારસીદાગ ઓપી વિસ્તારની એક સગીરાનું અપહરણ કરી દસમફળના જંગલમાં લઈ જઈને એની સાથે સામૂહિક કુકર્મ કરવામાં આવ્યું હતું. સોમવારે રાત્રે બાલસીરિંગ રેલવે સ્ટેશનથી સગીરા ઘરે પરત ફરી રહી હતી ત્યારે ગુનેગારોએ આ ગુનાને અંજામ આપ્યો હતો. 4 ગુનેગારોએ આ બાળકીને જંગલીમાં લઈ જઈને હવસનો શિકાર બનાવી હતી. આ મામલામાં પીડિતા તરફથી FIR દાખલ કરવામાં આવી છે. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું કે તે ફૂટબોલ રમવા માટે ઓડિશા ગઈ હતી. સોમવારે સાંજે ઓડિશાથી રાંચી પરત ફર્યા બાદ આ બનાવ બન્યો હતો.

બળજબરી કરી:બલસિરિંગ રેલવે સ્ટેશન પર ઉતરી અને ઓટો બુક કરાવીને ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન ત્રણ શખ્સો બળજબરીથી ઓટોમાં બેઠા હતા. આ પછી ગુનેગારોએ સગીરાની છેડતી કરવાનું શરૂ કર્યું. જ્યારે સગીરા વિરોધ કર્યો તો શખ્સોએ તેને હથિયાર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો: ચોરી થતાં પહેલાં જ પોલીસ પહોંચતાં ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે થયું ફાયરિંગ, PSI ઈજાગ્રસ્ત

જંગલમાં મારપીટ:ગુનેગારો સગીરને તે જ ઓટોમાં દસામફળના જંગલમાં લઈ ગયા હતા. પછી આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ દરમિયાન ગુનેગારોએ સગીર સાથે મારપીટ પણ કરી હતી. મંગળવારે સવારે શખ્સો સગીરાને જંગલમાંથી લાવ્યા અને દસમીલમાં છોડીને ભાગી ગયા. સમગ્ર ઘટના અંગે જાણ થતા જ DSPની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સગીરાનું નિવેદન નોંધ્યું છે. મેડિકલ ચેકઅપ માટે પીડિતાને સદર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પોલીસે કહ્યું કે, આ કેસમાં કડક પગલાં ભરાશે અને આરોપીઓને પકડવા માટે પગલાં લેવાશે.

Last Updated : Aug 3, 2022, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details