ટોક્યો: ભગવાન ગણેશને જાપાનમાં 'કાંગિતેન' તરીકે ઓળખવામાં આવે છે, જેનો સંબંધ જાપાનીઝ બૌદ્ધ ધર્મ સાથે છે. કાંગિતેનની પૂજા ઘણા સ્વરૂપોમાં થાય છે, પરંતુ બે શરીરવાળા સ્વરૂપ સૌથી લોકપ્રિય છે. ચાર હાથવાળા ગણપતિનું વર્ણન પણ અહીં જોવા મળે છે. જાપાનના મંદિરોમાં ભગવાન ગણેશ (name of Ganpati in japan) જેવા દેખાતા દેવતાઓના શિલ્પો એવા સમય તરફ નિર્દેશ કરે છે, જ્યારે બૌદ્ધ ધર્મ અને હિંદુ ધર્મ એકબીજા સાથે જોડાયેલા હતા.
આ પણ વાંચોવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ આ મહત્વની ચેતવણી આપી
ક્યારે થઈ મંદિરની સ્થાપના ટોક્યોના અસાકુસામાં એક ખૂબ જ લોકપ્રિય બૌદ્ધ મંદિર (Ganpati temple in japan) છે. તે 7મી સદીમાં બાંધવામાં આવ્યું હતું. માત્સુચિયામા શોડેન જે હોનરીન મંદિર તરીકે પણ ઓળખાય છે, તે એક ટેકરીની ટોચ પર આવેલું છે. પ્રવાસી માહિતી બોર્ડ અનુસાર, બૌદ્ધ ધર્મના તેંડાઈ સંપ્રદાયના આ મંદિરની સ્થાપના સંભવતઃ ઈ.સ. 601 માં થઈ હતી. અન્ય રેકોર્ડ મુજબ, તેની સ્થાપના સંભવતઃ ઈ.સ. 595 માં થઈ હતી. તે અસાકુસા ખાતેના મુખ્ય સેન્સો-જી મંદિર કરતાં જૂનું છે, જે સંભવતઃ ઈ.સ. 645માં સ્થાપિત થયું હતું. માત્સુચિયામા શોડેન એક મંદિર છે જે કાંગિતેનને સમર્પિત (Worship of Ganesha in Japan) છે.