ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિટકોઈન પર સુપ્રીમનો સીધો સવાલ, સરકાર જણાવે કે તે ગેરકાયદેસર છે કે નહીં? - આરબીઆઈની ડિજિટલ કરન્સી

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે દેશમાં બિટકોઈન ગેરકાયદેસર છે કે નહીં(court asks centre Is bitcoin illegal or not). ગેનબિટકોઈન કૌભાંડ સંબંધિત કેસની સુનાવણી કરતા(gain bitcoin scam Supreme court), સર્વોચ્ચ અદાલતે આ મામલાને ચાર અઠવાડિયા પછી સુનાવણી માટે સૂચિબદ્ધ કર્યો છે.

બિટકોઈન પર સુપ્રીમનો સીધો સવાલ, સરકાર જણાવે કે તે ગેરકાયદેસર છે કે નહીં?
બિટકોઈન પર સુપ્રીમનો સીધો સવાલ, સરકાર જણાવે કે તે ગેરકાયદેસર છે કે નહીં?

By

Published : Feb 25, 2022, 6:06 PM IST

નવી દિલ્હીઃ ભારતમાં આરબીઆઈની ડિજિટલ કરન્સી(RBI's digital currency) અને બિટકોઈનની તૈયારી અંગેની અટકળો વચ્ચે સુપ્રીમ કોર્ટે બિટકોઈનની કાયદેસરતા પર કેન્દ્ર સરકારને સીધો સવાલ કર્યો છે. કોર્ટે મૌખિક રીતે પૂછ્યું કે, કેન્દ્ર સરકાર જણાવે કે બિટકોઈન ગેરકાયદેસર છે કે નહીં(court asks centre Is bitcoin illegal or not)?

આ પણ વાંચો :AIનું આ નવું મોડેલ ક્રિપ્ટોકરન્સી માઇનિંગમાં મદદ કરશે

સુપ્રીમ કોર્ટમાં બિટકોઈન સંબંધિત મામલાની સુનાવણી

આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં બિટકોઈન સંબંધિત મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અજય ભારદ્વાજને જામીન આપવા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ સૂર્યકાંતની ખંડપીઠે આરોપી અજય ભારદ્વાજને તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચે સુનાવણીની આગામી તારીખ સુધી ધરપકડથી તેમની વચગાળાની સુરક્ષા વધારી દીધી છે.

આ પણ વાંચો :સુપ્રીમ કોર્ટે ભારતમાં ક્રિપ્ટો કરન્સીના ટ્રેડને મંજૂરી આપી

અજય ભારદ્વાજ બિટકોઈન્સની છેતરપિંડીમાં સામેલ

અજય ભારદ્વાજ ગેઈન બિટકોઈન કૌભાંડમાં સહઆરોપીઓમાંનો એક છે. જામીનના વિરોધ દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું હતું કે, આરોપી અજય ભારદ્વાજ કથિત રીતે બિટકોઈન્સની છેતરપિંડીમાં સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details