હૈદરાબાદ: બિહાર અને ઉત્તર પ્રદેશના રેલવે યાત્રીઓને (RAILWAY PASSENGERS CAN TRAVEL) નવા વર્ષમાં 1 જાન્યુઆરીથી રાહત મળવા જઈ રહી છે. રેલવે પ્રશાસને આ બે રાજ્યોમાં જતી 10 જોડી એટલે કે 20 એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ બોગી લગાવવાનો નિર્ણય (Install General Bogies Decision) લીધો છે. આ ટ્રેનોમાં યાત્રીઓ અનારક્ષિત જનરલ ટિકિટ સાથે યાત્રા (Travel With Unreserved General Ticket) કરી શકશે.
યાત્રીઓ માટે કોવિડ- 19 સુરક્ષા ધોરણોનું ધ્યાન રાખવું ફરજિયાત રહેશે
ઉલ્લેખનીય છે કે, કોરોનાના સમયગાળા દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે રિઝર્વેશન વિના યાત્રા કરવાની સુવિધા બંધ કરવામાં આવી હતી. માર્ચ 2020માં આ સિસ્ટમ લાગુ થયા બાદ યાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવે 19 મહિના પછી રેલવેએ પસંદગીની ટ્રેનોમાં જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. નોર્થ ઈસ્ટર્ન રેલ્વેના પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર એસસી પ્રસાદના જણાવ્યા અનુસાર રેલ્વે બોર્ડની સૂચના પર 10 જોડી એક્સપ્રેસ ટ્રેનોને જનરલ ટિકિટ દ્વારા યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવી છે. 1 જાન્યુઆરીથી આ ટ્રેનોને અનારક્ષિત ટિકિટ મળવાનું શરૂ થશે. જોકે જનરલ કોચમાં યાત્રા કરવા માટે કોવિડ નિયમોનું પાલન કરવાની શરત મૂકવામાં આવી છે. યાત્રીઓ માટે કોવિડ- 19 સુરક્ષા ધોરણોનું ધ્યાન રાખવું ફરજિયાત રહેશે. જનરલ કોચમાં 150 લોકો યાત્રા કરી શકશે.
આ ટ્રેનો માટે જનરલ ટિકિટ ઉપલબ્દ્ધ રહેશે
- 15069-15070- ગોરખપુર-એશબાગ-ગોરખપુર ઇન્ટરસિટી
- 15008-15007- વારાણસી-લખનૌ-વારાણસી કૃષક
- 12531-12532- ગોરખપુર-લખનૌ-ગોરખપુર ઇન્ટરસિટી
- 15103-15104- ગોરખપુર-વારાણસી-ગોરખપુર ઇન્ટરસિટી
- 15113-15114- ગોમતીનગર-છપરા કોર્ટ-ગોમતીનગર
- 15083-15084- ફર્રુખાબાદ-છપરા-ફર્રુખાબાદ
- 15105-15106- છપરા-નૌતનવા-છપરા એક્સપ્રેસ
- 15009-15010- ગોરખપુર-મૈલાની-ગોરખપુર એક્સપ્રેસ
- 15043-15044- લખનૌ-કાઠગોદામ-લખનૌ એક્સપ્રેસ
- 15054-15053- લખનૌ-છાપરા-લખનૌ એક્સપ્રેસ