- ફ્રાન્સના વિદેશ પ્રધાન જીન યવેસ લે દ્રિયાન ભારતની મુલાકાતે આવ્યા
- આજથી તેઓ ભારતના ત્રણ દિવસીના પ્રવાસ ઉપર છે
- પ્રાદેશિક અને વૈશ્વિક જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે
નવી દિલ્હી :ફ્રાન્સના વિદેશ પ્રધાન જીન યવેસ લે દ્રિયાન હિન્દ-પ્રશાંત ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા કરશે. આજે મંગળવારથી ભારતની ત્રણ દિવસીય યાત્રા કરશે. વિદેશ મંત્રાલયે તેમની યાત્રા વિશે ઘોષણા કરતાં કહ્યું કે, કોવિડ-19 પછી વેપાર, સંરક્ષણ, આબોહવા, શિક્ષણ અને આરોગ્ય સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો માર્ગ મોકળો કરશે.
આ પણ વાંચો : 30 નવેમ્બરે SCOનું વર્ચ્યૂઅલ સંમેલન, ભારત પહેલી વખત કરશે હોસ્ટિંગ
જીન યવેસ લે દ્રિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે
વિદેશ મંત્રાલયે કહ્યું કે, દ્રિયાન વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે પારસ્પરિક હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. વાતાવરણમાં પરિવર્તનના મુદ્દે પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકર સાથે વાત કરશે. ફ્રાંસ દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દ્રિયાન હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સહયોગ જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. દૂતાવાસે કહ્યું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે.
આ પણ વાંચો : વિદેશ પ્રધાન એસ જયશંકરે ભારત અને પોર્ટુગલ દ્વિપક્ષીય સંબંધોને મજબુત કરવા કરી ચર્ચા
સંરક્ષણ અને રાજકીય મહત્વના વર્તમાન મુદ્દા સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરી
ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે ફ્રાંસની સમકક્ષ જીન-યવેસ લે દ્રિયાન સાથે સંરક્ષણ અને રાજકીય મહત્વના વર્તમાન મુદ્દા સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ફ્રાન્સ અને ભારત બન્નેની વિદેશ સચિવ સ્તરની વાતચીત બાદ બન્ને વિદેશ પ્રધાનોએ વાટાઘાટો કરી હતી. વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૃંગલા અને ફ્રાન્સના વિદેશ સચિવ ફ્રાંકોઇસ ડેલાટ્રેએ વીડિયો લિંક્સ દ્વારા કોવિડ-19 રોગચાળા અંગે ચર્ચા કરી હતી અને વિવિધ ક્ષેત્રમાં સહયોગની પ્રગતિની સમીક્ષા કરી હતી. જયશંકરે એક ટ્વિટમાં કહ્યું હતું કે, ''ફ્રાન્સના વિદેશ પ્રધાન જીન યવેસ લે દ્રિયાન સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સુરક્ષા અને રાજકીય મહત્વના મુદ્દાઓને પણ તેમાં શામેલ કરવામાં આવ્યા હતા."