ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ધોધ પર સેલ્ફી લેતી વખતે લપસી પડતા ચાર યુવતીઓના મોત - ધોધ પર સેલ્ફી લેતી વખતે લપસી પડતા ચાર યુવતીઓના મોત

શનિવારે કર્ણાટક અને મહારાષ્ટ્રની સરહદે આવેલા ગામના કિતાવાડા ધોધમાં ચાર યુવતીઓ લપસીને પડી જવાથી મૃત્યુ પામી (Young Women Dies While Taking Selfie At Waterfall) હતી.

Etv Bharatધોધ પર સેલ્ફી લેતી વખતે લપસી પડતા ચાર યુવતીઓના મોત
Etv Bharatધોધ પર સેલ્ફી લેતી વખતે લપસી પડતા ચાર યુવતીઓના મોત

By

Published : Nov 26, 2022, 10:24 PM IST

કર્ણાટક:શનિવારે કર્ણાટક અને મહારાષ્ટ્રની સરહદે આવેલા ગામના કિતાવાડા ધોધમાં ચાર યુવતીઓ લપસીને પડી જવાથી મૃત્યુ પામી (Young Women Dies While Taking Selfie At Waterfall) હતી. તમામ મૃતકો બેલાગવી જિલ્લાના છે. મૃતકોની ઓળખ ઉજ્વલ નગરની આસિયા મુજાવર (17), અનાગોલાના કુદશિયા હાસમ પટેલ (20), રુક્કાશર ભીસ્તી (20) અને ઝટપત કોલોનીની તસ્મિયા (20) તરીકે થઈ છે.

BIMS હોસ્પિટલ:બેલગાવીની 40 યુવતીઓ કર્ણાટક અને મહારાષ્ટ્રની સરહદે આવેલા કિટાવાડા ધોધની યાત્રાએ ગઈ હતી. સફર દરમિયાન સેલ્ફી લેતી વખતે પાંચ મહિલાઓ લપસી ગઈ હતી. પાંચ યુવતીઓમાંથી ચારના મોત થયા છે અને એકની હાલત ગંભીર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. યુવતીઓના મૃતદેહોને બેલગાવીની BIMS હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. BIMS હોસ્પિટલ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details