ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરઃ નગરોટા એન્કાઉન્ટરમાં 4 આતંકીઓ ઠાર, સર્ચ ઓપરેશન યથાવત્

નગરોટા બન ટોલ પ્લાઝા નજીક ગોળીબારીમાં અત્યારસુધીમાં 4 આતંકીઓને ઠાર મરાયા છે. એન્કાઉન્ટર બન ટોલ પ્લાઝા પાસે થયું છે. તેમજ સુરક્ષાને ધ્યાને લઇ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરી માર્ગ બંધ કરવામાં આવ્યો છે.

jammu kashmir news
jammu kashmir news

By

Published : Nov 19, 2020, 8:05 AM IST

  • જમ્મુ કાશ્મીરમાં આતંકી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ
  • નગરોટા નજીક સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબારી
  • સેનાએ 4 આતંકીઓને ઠાર માર્યા

શ્રીનગરઃ જમ્મુના ટોલ પ્લાઝા નજીક આતંકીઓ સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં 4 આતંકીઓને ઠાર મરાયા હોવાની માહિતી મળી છે. તેમજ હજુ કેટલાક આતંકી જંગલમાં છૂપાયા હોવાની આશંકા પણ છે.

જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ કરાયો

આજે જમ્મુ કાશ્મીરના બન વિસ્તારમાં એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા છે. જાણકારી અનુસાર બંને તરફથી ગોળીબારી થઇ રહી છે. બીજી બાજુ ટોલ પ્લાઝા નજીક એન્કાઉન્ટરના કારણે નગરોટાની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે અને જમ્મુ-શ્રીનગર હાઇવેને બંધ કરાયો છે.

2 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ

તમને જણાવી દઇએ કે, આતંકીઓનો સફાયો કરવા માટે સેના કમર કસી રહી છે. ત્યારે બીજી બાજુ આતંકી સંગઠન દેશમાં આતંક ફેલાવવાની તક શોધી રહ્યું હોય છે. આ પહેલા પણ પૂર્વ દિલ્હીમાં જૈશ-એ-મોહમ્મદના 2 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ બંને દિલ્હીમાં એક ઘટનાને અંજામ આપવાના હતા.

આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં બુધવારે સુરક્ષાદળના એક દળ પર આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 12 નાગરિક ઘાયલ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details