ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહનું સ્વાસ્થ્ય કથળ્યું, PGIના ICUમાં દાખલ કરાયા - સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહ (Former Chief Minister of Uttar Pradesh Kalyan Singh)ની તબિયત ખરાબ થતા તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલ (Ram Manohar Lohia Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને હવે PGI માટે રિફર કરવામાં આવ્યા છે. હજી પણ કલ્યાણ સિંહને લખનઉની SGPGIના ક્રિટિકલ કેર મેડિસિન વિભાગના ICU (ICU of Critical Care Medicine Department, SGPGI, Lucknow)માં દાખલ કરવામાં આવ્યા છે.

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહનું સ્વાસ્થ્ય કથળ્યું, PGIના ICUમાં દાખલ કરાયા
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહનું સ્વાસ્થ્ય કથળ્યું, PGIના ICUમાં દાખલ કરાયા

By

Published : Jul 5, 2021, 8:54 AM IST

  • ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહ (Former Chief Minister of Uttar Pradesh Kalyan Singh)ને હોસ્પિટલમાં દાખલ કરાયા
  • કલ્યાણ સિંહને રામ મનોહર લોહિયા હોસ્પિટલ (Ram Manohar Lohia Hospital)માં દાખલ કરવામાં આવ્યા
  • કલ્યાણ સિંહની તબિયત વધુ બગડતા SGPGIના ક્રિટિકલ કેર મેડિસિન વિભાગના ICU (ICU of Critical Care Medicine Department, SGPGI, Lucknow)માં દાખલ કરાયા

ઉત્તરપ્રદેશઃ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહ (Former Chief Minister of Uttar Pradesh Kalyan Singh)ને CCMના ICUમાં રાખવામાં આવ્યા છે. અહીં નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ન્યૂરોલોજી, ઈન્ડોક્રાઈનોલોજીના નિષ્ણાતોની એક પેનલ બનાવવામાં આવી છે. અહીં ડોક્ટર બનાની પોદ્દાર, ડોક્ટર અફઝર અઝીમ જેવા અનુભવી ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે. આ અંગે મળતી માહિતી અનુસાર, કલ્યાણ સિંહ છેલ્લા કેટલાક દિવસથી બીમાર છે. તેમને તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન તેમના માથામાં લોહીનો જથ્થો જામી ગયો હતો. સારવારથી સંક્રમણ તો ઘટ્યું પણ 3 જુલાઈએ તેમનું બ્લડપ્રેશર (Blood pressure) વધી ગયું હતું. કલ્યાણ સિંહને હાર્ટ એટેક (Heart attack) પણ આવ્યો હતો.

આ પણ વાંચોઃબાબરી મસ્જિદ વિવાદઃ કલ્યાણ સિંહને બાબરી મસ્જિદ તોડવા પર મળ્યા જામીન

કલ્યાણ સિંહ (Kalyan Singh) ICUમાં દાખલ છતા તેમની હાલતમાં કોઈ સુધારો ન આવતા PGI રિફર કરાયા

કલ્યાણ સિંહ (Kalyan Singh)ને હાર્ટ એટેક (Heart attack) પછી ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. અહીં દાખલ કરાયા છતા તેમની સ્થિતિમાં સુધારો ન આવતા ડોક્ટર્સે કલ્યાણ સિંહને PGI રિફર કર્યા હતા, જ્યાં તેમને ક્રિટિકલ કેર મેડિસીન વિભાગના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કલ્યાણ સિંહ (Kalyan Singh) કોઈને પણ ઓળખી શકતા નહતા.

આ પણ વાંચોઃTribute: મુ્ખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

કલ્યાણ સિંહ રાજસ્થાનના રાજ્યપાલ (Kalyan Singh Governor of Rajasthan)પણ રહી ચૂક્યા હતા

આપને જણાવી દઈએ કે, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Chief Minister Yogi Adityanath), સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Defense Minister Rajnath Singh), ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ (BJP state president Swatantradeva Singh) સહિત ભાજપના અનેક મોટા નેતાઓ હોસ્પિટલ પહોંચીને કલ્યાણ સિંહના હાલ પૂછ્યા હતા. કલ્યાણ સિંહ (Kalyan Singh) ભાજપના દિગ્ગજ નેતા (Veteran BJP leader) છે. તેઓ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન પણ હતા. ત્યારબાદ તેમને રાજસ્થાનના રાજ્યપાલ પણ બનાવવામાં આ્યા હતા. કલ્યાણ સિંહ અયોધ્યાના રામ મંદિર આંદોલન (અયોધ્યાના રામ મંદિર આંદોલન) સાથે પણ જોડાયેલા હતા. તેઓ બાબરી વિધ્વંસ કેસમાં આરોપી પણ હતા. કોર્ટે આ મામલામાં તમામ આરોપીઓને છોડી મુક્યા હતા.

ABOUT THE AUTHOR

...view details