- ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ
- વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ
- આજે ત્રીજી પૂર્ણયતિથિ
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને આજે ત્રીજી પુણ્યતિથિ છે.ત્યારે આજે સમગ્ર દેશ તેમને યાદ કરી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાનની યાદમાં અટલ સમાધિ ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત છે.અટલ બિહારી વાજપેયી નામ સાંભળતા જ મનમાં જેમના માટે આદર થાય એવા કેટલાક રાજપુરુષો ભારતને મળ્યા છે, એમાં વાજપેયીનો સમાવેશ કરવો જ પડે.
અટલજીની વિચારશૈલી અને કાર્યશૈલી એટલી સ્વચ્છ, સ્પષ્ટ અને નિષ્પક્ષ રહી
ભારતીય રાજનીતિના નોખા-અનોખા મૂલ્યનિષ્ઠ રાજનેતા અટલ બિહારી વાજપેયી વચન, પ્રવચન અને આચરણના આદમકદ પુરુષ બની રહ્યા. અટલજીના પાંચ દશકાની લાંબી રાજકીય યાત્રા રાજનીતિ ક્ષેત્રે સૌ કોઈ માટે માર્ગદર્શક પ્રેણાદાયક અને વીચારદર્શક બની રહે તેવી ઉમદા છે. અટલજીની વિચારશૈલી અને કાર્યશૈલી એટલી સ્વચ્છ, સ્પષ્ટ અને નિષ્પક્ષ રહી છે કે, વિરોધી પક્ષના લોકોએ પણ વખાણવી પડી છે.
આ પણ વાંચો : મેઘાલયના મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને પેટ્રોલ બોમ્બ ફેકાયો
દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં નિધન
પૂર્વ વડાપ્રધાન વાજપેયીનું 16 ઓગસ્ટ, 2018 ના રોજ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમને વર્ષ 2015 માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. અટલ બિહારી વાજપેયી એકમાત્ર નેતા હતા જેમણે જવાહરલાલ નહેરુ પછી ત્રણ વખત વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.પૂર્વ વડાપ્રધાન વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર, 1924 ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. અટલ સમાધિ સ્થાન 'સદૈવ અટલ' ખાતે કાર્યક્રમ સવારે 6.45 વાગ્યે શરૂ થયો છે. સમાધિ સ્થળ પર પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ સહિત તમામ નેતાઓએ તેમને આદરપૂર્વક યાદ કર્યા.