ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૂર્વ રાજદૂત શ્રીનિવાસને રશિયા-યુક્રેનને લઇને આપ્યું આ નિવેદન - પૂર્વ રાજદૂત ટીપી શ્રીનિવાસ

ચીને યુએસ હાઉસ સ્પીકર નેન્સી પેલોસીની (Speaker of the US Parliament Nancy Pelosi) તાઈવાનની મુલાકાતનો સખત વિરોધ કર્યો છે. સાથે જ અમેરિકાએ પણ આ મુલાકાત દ્વારા ચીનને કડક સંદેશ આપ્યો છે. જાણો પૂર્વ રાજદૂત ટીપી શ્રીનિવાસને (Former Diplomat Dr T P Srinivasan) ETV Bharatને આખી ઘટના પર શું કહ્યું.

પેલોસીની તાઇવાનની મુલાકાત રશિયા-યુક્રેન મુદ્દે ઉચાટ ટાળવા માટેનો એક ષડયંત્રઃ પૂર્વ રાજદૂત શ્રીનિવાસન
પેલોસીની તાઇવાનની મુલાકાત રશિયા-યુક્રેન મુદ્દે ઉચાટ ટાળવા માટેનો એક ષડયંત્રઃ પૂર્વ રાજદૂત શ્રીનિવાસન

By

Published : Aug 5, 2022, 3:18 PM IST

તિરુવનંતપુરમ: અમેરિકામાં ભૂતપૂર્વ ભારતીય રાજદૂત અને વિદેશી બાબતોના નિષ્ણાત ડૉ. ટી.પી. શ્રીનિવાસને (Former Diplomat Dr T P Srinivasan) કહ્યું છે કે, યુનાઈટેડ સ્ટેટ્સ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવની સ્પીકર નેન્સી પેલોસીની (Speaker of the US Parliament Nancy Pelosi) તાઈવાનની મુલાકાતએ અમેરિકા તરફથી ચીનને સ્પષ્ટ સંદેશ છે કે તેઓ ચીનને કોઈ હુમલો કરવા અનુમતી નહીં આપે.

આ પણ વાંચો:શું કોંગ્રેસમાં લોકશાહી છે? રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર કર્યા પ્રહારો

ડૉ. ટી.પી. શ્રીનિવાસને શું કહ્યું :ડૉ. ટી.પી. શ્રીનિવાસને કહ્યું કે, 'ચીનનું વલણ સ્પષ્ટ છે કારણ કે નેન્સી પેલોસીની મુલાકાત દરમિયાન ચીની લડાકુ વિમાનોએ તાઈવાનને ઘેરી લીધું હતું. તાઈવાન આ ફ્લાઈટ્સને તોડી પાડી શક્યું હોત, પરંતુ તેઓએ તેમ કર્યું નહીં કારણ કે તેઓ ચીન સાથે યુદ્ધ ઇચ્છતા નથી. તેમણે કહ્યું કે, પેલોસીની મુલાકાતથી તાઈવાન હવે ચીનના હુમલા માટે વધુ સંવેદનશીલ છે. જો યુક્રેન પર રશિયન આક્રમણ જેવું કંઈક તાઈવાન સાથે થાય છે, તો તેઓ જાણે છે કે તેની તેમના પર ખરાબ અસર પડશે. તેમણે કહ્યું કે, યુક્રેન પરના આક્રમણ સામે અમેરિકા દ્વારા રશિયાને આપવામાં આવેલા આર્થિક પ્રતિબંધો અને ધમકીભર્યા સંદેશા રશિયાને યુક્રેન પર હુમલો કરતા રોકવામાં અસરકારક નથી.

આ પણ વાંચો:વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીની કરાઇ અટકાયત

તેલની આયાત પરના પ્રતિબંધો પણ નિષ્ફળ ગયા : શ્રીનિવાસને કહ્યું કે, રશિયાથી તેલની આયાત પરનો પ્રતિબંધ પણ નિષ્ફળ ગયો. યુરોપિયન દેશો હવે રશિયા પાસેથી સીધુ તેલ ખરીદી રહ્યા છે. રશિયાએ યુક્રેનમાં જોઈતા વિસ્તારો પર કબજો જમાવી લીધો છે, જેનાથી અમેરિકાની છબી ખરાબ થઈ છે. તેમણે કહ્યું કે, તાઈવાનની મુલાકાતને પણ આ ઉચાટમાંથી બહાર આવવાની રણનીતિ ગણી શકાય. યુક્રેન યુદ્ધ પહેલા ચીન અને રશિયા વચ્ચે સમજૂતી થઈ હતી કે યુક્રેન પરના આક્રમણમાં ચીન રશિયાને સાથ આપશે અને તાઈવાન પરના ક્રમણના બદલામાં રશિયા ચીનને સાથ આપશે. તેમણે કહ્યું કે અમેરિકાએ હવે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો ચીન તાઈવાન પર આક્રમણ કરવાનો નિર્ણય લેશે તો તે તાઈવાનની પડખે રહેશે.

ABOUT THE AUTHOR

...view details