ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોલકાતા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રાજ્યમાં હિંસા મામલે બનેલી SIT તપાસને મૉનીટર કરશે - ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ

કોલકાતા હાઈકોર્ટની 5 સભ્યોની ખંડપીઠે કહ્યું છે કે, પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મંજુલા ચેલ્લૂર પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી કથિત હિંસાની તપાસ માટે બનાવવામાં આવેલી SITના કામકાજ પર નજર રાખશે.

ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ મંજુલા ચેલ્લૂર પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ કથિત હિંસાના કેસોની તપાસ માટે બનાવવામાં આવેલી SITના કામકાજની દેખરેખ કરશે.
ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ મંજુલા ચેલ્લૂર પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ કથિત હિંસાના કેસોની તપાસ માટે બનાવવામાં આવેલી SITના કામકાજની દેખરેખ કરશે.

By

Published : Sep 3, 2021, 7:35 PM IST

  • ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ મંજુલા ચેલ્લૂર SITના કામકાજની દેખરેખ કરશે
  • પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસામાં કેસોની તપાસ માટે SIT
  • SITમાં IPS અધિકારી સુમન બાલા સાહુ, સોમેન મિત્રા અને રણવીર કુમાર સામેલ

કોલકાતા: કોલકાતા હાઈકોર્ટની 5 સભ્યોની ખંડપીઠે શુક્રવારના કહ્યું છે કે, ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ મંજુલા ચેલ્લૂર પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ કથિત હિંસામાં બળાત્કાર અને હત્યા ઉપરાંત અન્ય કેસોની તપાસ માટે બનાવવામાં આવેલી SITના કામકાજની દેખરેખ કરશે.

CBIને બળાત્કાર અને હત્યાના કેસોની તપાસનો નિર્દેશ આપ્યો હતો

ખંડપીઠે 19 ઑગષ્ટના અનેક અરજીઓ પર પોતાના ચૂકાદામાં CBIને બળાત્કાર અને હત્યા જેવા જઘન્ય ગુનાઓના તમામ કેસોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ અરજીઓમાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ હિંસાની ઘટનાઓની સ્વતંત્ર તપાસનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલની આગેવાનીવાળી ખંડપીઠે કહ્યું છે કે, ન્યાયાધીશ (સેવાનિવૃત્ત) ચેલ્લૂર રાજ્યમાં ચૂંટણી બાદ હિંસાના અન્ય કેસોની તપાસ માટે તેમના દ્વારા બનાવવામાં આવેલી વિશેષ તપાસ દળના કામકાજની દેખરેખ કરશે.

SITમાં કોણ કોણ?

SITમાં પશ્ચિમ બંગાળ કેડરના IPS અધિકારી સુમન બાલા સાહુ, સોમેન મિત્રા અને રણવીર કુમાર સામેલ છે. ખંડપીઠે નિર્દેશ આપ્યો હતો કે SIT કેસોની નિષ્પક્ષ તપાસ માટે કોઈપણ પોલીસ અધિકારી અથવા સંસ્થા અથવા એજન્સીની સહાયતા લઈ શકે છે. 5 સભ્યોની ખંડપીઠના અન્ય સભ્યોમાં જસ્ટિસ આઈ.પી. મુખર્જી, જસ્ટિસ હરીશ ટંડન, જસ્ટિસ સોમેન સેન અને જસ્ટિસ સુબ્રત તાલુકદાર સામેલ હતા.

6 અઠવાડીયામાં રીપોર્ટ સોંપવાનો આદેશ

ખંડપીઠે કહ્યું હતું કે, બંને તપાસની દેખરેખ હાઈકોર્ટ કરશે અને તેણે CBI તથા SITને 19 ઑગષ્ટથી 6 અઠવાડીયાની અંદર પોતાનો સ્થિતિ રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો. પશ્ચિમ બંગાળ સરકારે SITની મદદ કરવા માટે ભારતીય પોલીસ સેવાના 10 અધિકારીઓને નિયુક્ત કર્યા છે.

વધુ વાંચો: બંગાળમાં ચૂંટણી પછી થયેલી હિંસામાં માનવાધિકારના ઉલ્લંઘન મામલાની તપાસ માટે સમિતિ બનાવવા કોલકાતા હાઈકોર્ટનો નિર્દેશ

વધુ વાંચો: NMP પર મમતા બેનરજીનો વિરોધ, કહ્યું- કેન્દ્ર સરકાર જે સંપત્તિ વેંચી રહી છે તે ભાજપ કે નરેન્દ્ર મોદીની નથી

ABOUT THE AUTHOR

...view details