- રાજસ્થાનમાં એક સાથે 100 લોકો થયા ફૂડ પોઈઝનિંગનો (Food Poisoning) શિકાર
- ચુરુ જિલ્લાના સરદારશહેર નગરમાં લગ્ન સમારોહમાં ભોજન લીધા પછી બધા પડ્યા બીમાર
- બાળકો, મહિલાઓ, વડીલ અને પુરુષો પણ ફૂડ પોઈઝનિંગનો (Food Poisoning) શિકાર
ચુરુઃ જિલ્લાના સરદારશહેર નગરમાં ફૂડ પોઈઝનિંગ (Food Poisoning)નો મોટો કેસ સામે આવ્યો છે. અહીં લગ્ન સમારોહમાં ભોજન સમારોહ પછી લગભગ 45 બાળકો સહિત 100થી વધુ લોકો બીમાર પડ્યા છે. હોસ્પિટલમાં પૂરી રાત ફૂડ પોઈઝનિંગ (Food Poisoning)ના શિકાર બાળકો, વડીલો, મહિલાઓ અને પુરુષોનું આવવાનું શરૂ જ હતું. હોસ્પિટલમાં લોકોની ભારી ભીડ થવાની સાથે ભાગદોડ મચી ગઈ હતી.
આ પણ વાંચો-બનાસકાંઠા : ધાનેરામાં એક જ પરિવારના 6 લોકોને food poisoning, 2ના મોત
4 પુત્રીના એક સાથે લગ્ન હોવાથી મોટી સંખ્યામાં આવ્યા હતા જાનૈયાઓ
આપને જણાવી દઈએ કે, એક બેડ પર 2-2, 3-3 દર્દીઓ રાખવા છતા બેડ ઓછા પડી ગયા હતા. તો દર્દીઓને જમીન પર લેટાવી તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સરદારશહેરના વોર્ડ સંખ્યા 44માં કાલુ કુચામણિયાની 4 પુત્રીના એક જ દિવસે લગ્ન હતા. આમાં 2 વરરાજા બીદાસર, એક વરરાજા લાડનુ અને એક વરરાજા જોધપુરથી જાનૈયાઓ સહિત સરદારશહેર પહોંચ્યા હતા. બુધવારે સાંજે 4 વાગ્યા સુધી ભોજન સમારોહ ચાલ્યો હતો. ત્યારબાદ જાન રવાના થઈ હતી.