કરાચી: પાકિસ્તાનના વિનાશક પૂરના કારણે સ્થિતિ સાવ વણસી રહી છે (flood situation worsens in Pakistan). જેના કારણે જાનમાલમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે(People die due to floods in Pakistan), અત્યાર સુધીમાં 1,191 લોકોના મોત થયા છે. ઉત્તર તરફથી પૂરના પાણી આવવાના કારણે બંધ તોડવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. 14 જૂનથી અત્યાર સુધીમાં 3,500 થી વધુ લોકો ઘાયલ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન લગભગ 87 લોકો ઘાયલ થયા છે જ્યારે 27ના મોત થયા છે.
પાકિસ્તાનમાં પૂરની સ્થિતિ વણસી, મૃત્યુઆંકમાં સતત વધારો - પાકિસ્તાનમાં ભારે વરસાદ
પાકિસ્તાનમાં અત્યારે ભારે વરસાદના વિનાશક પૂરની સ્થિતિ સર્જાની છે. જેના કારણે ભારે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. મૃત્યુઆંકમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તર તરફથી આવતા પૂરના પાણીના કારણે બંધ પણ તોટવામાં આવી રહ્યા છે. People die due to floods in Pakistan, flood situation worsens in Pakistan, Heavy rains in Pakistan
વરસાદે બગાડી સ્થિતિ - દાદુના ડેપ્યુટી કમિશનર સૈયદ મુર્તઝા અલીએ મીડિયાને જણાવ્યું કે, ભારે વરસાદના કારણે 1.2 મિલિયન લોકો પ્રભાવિત અને વિસ્થાપિત થયા છે. દાદુ શહેરથી આઠ કિલોમીટર દૂર આવેલા ખેરપુર નાથન શાહ અને જોહી તાલુકામાં મુખ્ય નારા ઘાટી નાળામાં પાણીનું સ્તર વધી રહ્યું છે. જો MNV નાળામાં પાણીનું સ્તર સતત વધતું રહેશે તો દાદુ શહેરને ખરાબ અસર થશે તેવી આશંકા છે. દાદુથી ચૂંટાયેલા એમપીએ પીર મુજીબુલ હકે જણાવ્યું કે, શહેર પૂરના જોખમનો સામનો કરી રહ્યું છે. પૂરના પાણીને શહેરમાં પ્રવેશતા અટકાવવા માટે મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પીએમ શાહબાઝે ખૈબર પખ્તુનખ્વાના પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાને 10 અબજ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.