ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એક જ પરિવારના 5 લોકોના મૃતદેહ મળ્યા, સ્યૂસાઈડ નોટમાં આર્થિક તંગીનો કરાયો ઉલ્લેખ

દુર્ગ જિલ્લાની પોલીસે ત્રણ મહિલાઓ સહિત એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહો બહાર કાઢ્યા છે. પાટણ પોલીસ મથક વિસ્તારના બઠેણા ગામમાં પોલીસે રામ બ્રિજ ગાયકવાડ, તેની પત્ની જાનકી બાઇ, પુત્ર સંજુ, પુત્રી જ્યોતિ અને પુત્રી દુર્ગાના મૃતદેહ મળ્યા છે.

crime news
crime news

By

Published : Mar 7, 2021, 10:54 AM IST

  • છત્તીસગઢમાં એક જ પરિવારના 5 લોકોના મૃતદેહ મળ્યા
  • પિતા-પુત્રે ફાંસી લગાવી તો માતા-પુત્રીના મૃતદેહ ખેતરમાંથી બળેલી હાલતમાં મળ્યા
  • પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

છત્તીસગઢ: દુર્ગ જિલ્લાની પોલીસે ત્રણ મહિલાઓ સહિત એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ બહાર કાઢ્યા છે. જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે, પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારના બઠેણા ગામની પોલીસને રામ બ્રિજ ગાયકવાડ (52), તેની પત્ની જાનકી બાઇ (47), પુત્ર સંજુ (24), પુત્રી જ્યોતિ (21) અને પુત્રી દુર્ગા (28) ના મૃતદેહ મળ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, મૃતક રામ બ્રિજ અને તેનો પુત્ર તેમના ઘરની મદદથી છત પર લટકી રહ્યા હત. બાતમી મળ્યા બાદ પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

સ્યૂસાઈડ નોટમાં આર્થિક તંગીનો કરાયો ઉલ્લેખ

તેમણે કહ્યું કે, પોલીસે ટીમ ઘટના સ્થળે પહોંચીને પિતા-પુત્રના મૃતદેહને બહાર કાઢ્યા હતા. તે બન્નેના મૃતદેહ લટકી રહ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ ટીમે પૂછપરછ કર્યું તો ખેતરમાંથી ત્રણ મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા. બધાના મૃતદેહ બળી ગયા હતા. તેમણે કહ્યું કે, ગામલોકોની મદદથી મૃતદેહોની ઓળખ રામ બ્રિજની પત્ની અને તેમની પુત્રીઓ તરીકે કરવામાં આવી હતી. પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે.

આ પણ વાંચો:છત્તીસગઢ: કાંકેરમાં BSF જવાને પોતાને ગોળી મારી આત્મહત્યા કરી

ABOUT THE AUTHOR

...view details