પટના: ઉત્તરકાશી ટનલમાંથી હેમખેમ બહાર નીકળેલા બિહારના પાંચ કામદારો આજે સવારે 8 વાગ્યે પટના એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પરિવારના નવ સભ્યો પણ આવ્યા હતાં. આ કામદારોનું સ્વાગત કરવા માટે બિહાર સરકારના શ્રમ સંસાધન મંત્રી સુરેન્દ્ર રામ એરપોર્ટ પર ખાસ હાજર રહ્યાં હતા. તમામ કામદારો સંપૂર્ણ સ્વસ્થ છે અને તમામના ચહેરા પર સુરક્ષિત રીતે ઘરે પહોંચવાની ખુશી સ્પષ્ટ દેખાતી હતી. આ કામદારોએ 17 દિવસ સુધી મોત સાથે લડાઈ લડીને એક નવું જીવન પાછું મેળવ્યું છે.
5 કામદારો બિહાર પહોંચ્યા: રાજ્યના જે પાંચ કામદારો સિલ્ક્યારાની ટનલ માંથી બહાર આવેલા છે તેમાં સારણના સોનૂ કુમાર, ભોજપુરના સબાહ અહેમદ, બાંકાના વીરેન્દ્ર કિશુ, મુઝફ્ફરપુરના દીપક કુમાર અને રોહતાસના સુનિલ કુમારનો સમાવેશ થાય છે. આ તમામ કામદારોને તેમના ઘરે પહોંચાડવા માટે અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા, બિહાર સરકારે ઉત્તરાખંડ ટનલમાંથી સુરક્ષિત બહાર આવેલા શ્રમિકોને સરકારના ખર્ચે ઘરે પોત-પોતાના ઘરે પહોંચાડ્યા છે.
ઋષિકેશ AIIMS એ બધાને ગણાવ્યા સ્વસ્થ: આપને જણાવી દઈએ કે ટનલ માંથી બહાર કાઢવામાં આવેલા કામદારોને પહેલા ચિન્યાલીસૌડ સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. આ પછી બીજા દિવસે એટલે કે 29 નવેમ્બરે તમામ કામદારોને એરલિફ્ટ કરીને ઋષિકેશ એઈમ્સમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમની તપાસ કરી. ત્યાર પછી તેમને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. બાદમાં આજે કામદારોનું મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું, જેમાં તમામ કામદારો સંપૂર્ણ સ્વસ્થ હોવાનું કહેવાયું છે.
17 દિવસથી ટનલમાં ફસાયેલા રહ્યાં કામદારો: ઉત્તરાખંડમાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલનો એક ભાગ 12 નવેમ્બરે તૂટી પડ્યો હતો. જેના કારણે ટનલમાં 41 શ્રમિકો ફસાયા હતા. મંગળવારે રાત્રે લગભગ 8 વાગ્યે રેસ્ક્યુ ટીમને ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા મળી હતી. 17 દિવસ બાદ ટનલમાં ફસાયેલા 41 મજૂરોએ ખુલ્લા આકાશમાં મુક્ત હવાનો શ્વાસ લીધો હતો.
- ટનલમાંથી દરેક કામદાર હેમખેમ બહાર આવ્યા તેનો મને સંતોષ છેઃ આર્નોલ્ડ ડિક્સ, ઈન્ટરનેશનલ ટનલ એક્સપર્ટ
- ઉત્તરકાશી ટનલ રેસક્યૂ: આજે દિલ્હીની રેટ માઈનર્સની ટીમ સાથે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ કરશે મુલાકાત