- ફિટ ઈન્ડીયા ફ્રીડમ રન 2.0ની લીલી ઝંડી આપવામાં આવી
- અનુરાગ ઠાકોરે બતાવી લીલી ઝંડી
- ફિટ યુવા દ્વારા મજબૂત દેશનું નિર્માણ શક્ય
દિલ્હી: કેન્દ્રીય ખેલ પ્રધાન અનુરાગ ઠાકોર અને રાજ્ય પ્રધાન નિસિથ પ્રમાણિકે આજે (13 ઓગસ્ટ) ફિટ ઈન્ડીંયા ફ્રીડમ રન 2.0ની શરૂઆત કરી. ઠાકોર વીડિયો કોન્ફ્રસિંગ દ્વારા આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે ક્હ્યું કે, દેશભરમાં યુવા એક જ સંકલ્પ લઈને જોડાયા છે કે ફિટ રહેવાનું છે અને બીજાને ફિટ રાખવાના છે. તન, મને સ્વસ્થ્ય રાખીને જ આપણે એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું. આઝાદીના 75મી વર્ષગાઠથી જ્યારે 100મી વર્ષગાઠ તરફ આપણે જઈ રહ્યા છે ત્યારે આપણ બધા પર નિર્ભર છે કે આપણે 25 વર્ષમાં આપણે દેશને કઈ તરફ લઈ જઈએ છે.
કડીને મોટી કરવાની છે
તેમણે કહ્યું કે, ભારતના ખુણે-ખુણે લગભગ 750 જિલ્લાના 75 ગામમાં જવાનો કાર્યક્રમ થશે. આ 75 ગામોમાં પણ 75-75 યુવા એક દિવસ માટે ભાગશે અને અલગ-અલગ પરીવાર સુધી પહોંચવાનું કામ કરશે. ઠાકોરે કહ્યું કે, એક કડી બનશે, આપણે આ કડીને વધુ મોટી કરવાની છે જેથી કરીને 75મી વર્ષગાઠ પર દેશભરના ખૂણે-ખુણેથી દરેક પરિવારથી લોકો ફિટનેશનો ડોઝ અડધો કલાકથી જોડાય. ગ્રુપ, સ્થાન, સમય તમે પસંદ કરો પણ ફિટ ઈન્ડીયી ફ્રીડમ રનમાં જરૂર જોડાવો અને પોતાના પરિવારને સ્વસ્થ્ય રાખો.