- કર્ણાટકમાં માછીમારોની બોટમાં ભયંકર આગ
- ભારતીય કોસ્ટ ગાર્ડે 7 માછીમારોને બચાવ્યા
- અંદાજીત 3 કલાકે આગ કાબુમાં આવી
બેંગલુરુ/કારવાર: એન વ્હીલહાઉસમાં શોર્ટ સર્કિટને કારણે ફિશિંગ બોટ IFB વરદા વિનાયક-I (IND KA 02 MM 4495)માં ભયાનક આગ લાગી હતી. આગને કાબુમાં લેવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડે(Indian Coast Guard) મુશ્કેલીમાં રહેલા 7 માછીમારોના જીવ બચાવ્યા હતા. ફિશિંગ બોટ કારવાર લાઇટહાઉસથી 10 NMના અંતરે હતી.
ફિશિંગ બોટમાં 7 માછીમારો સવાર હતા
CSP માલપે સ્ત્રોતો તરફથી 05 નવેમ્બર 21ના રોજ રાત્રે 11 વાગ્યે MRSC ન્યૂ મેંગલોર દ્વારા માહિતી મળતા જ કારવારથી C-155એ ઘટનાના મૂલ્યાંકન તેમજ માછીમારોને બહાર કાઢવા માટે SAR મિશન માટે રાત્રે 11:15 વાગ્યે રવાના કરવામાં આવ્યું હતું. ફિશિંગ બોટમાં 7 માછીમારો સવાર હતા. C-155 પહોંચી અને તમામ 7 ક્રૂને નજીકની ફિશિંગ બોટ IFB વજ્ર રેગડી નંબર IND KA 02 MM 4705માં ખસેડ્યા બાદ આગને કાબૂમાં લેવાની કાર્યવાહીમાં હાથ ધરી હતી.
આગને કાબુમાં લેવા માટે 3 કલાકનો સમય લાગ્યો