- હૈદરાબાદ કસ્ટમ્સે રશિયાથી આયાત કરેલા કોવિડ -19 રસીના માલની મંજૂરીની પ્રક્રિયા ઝડપી કરી છે
- આજથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીકરણ મળવાનું શરૂ થયું છે
- રશિયાએ 11 ઓગસ્ટ 2020ના રોજ કોરોના વાઇરસની સ્પુટનિક વીની રસીને મંજૂરી આપી હતી
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણને હરાવવા માટે રશિયામાં ઉત્પન્ન કરાયેલી કોરોના (રશિયા)ની પ્રથમ રસી સ્પુતનિક વીની પ્રથમ ખેપ આજે એટલે કે રવિવારે હૈદરાબાદ પહોંચી ગઇ છે. આજથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીકરણ મળવાનું શરૂ થયું છે. સેન્ટ્રલ બોર્ડ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ (સીબીઆઈસી)ના જણાવ્યા અનુસાર, ભારતને રશિયા તરફથી શનિવારે સ્પુટનિક વીની રસીની પ્રથમ ખેપ મળી આવ્યો હતો. સીબીઆઈસીએ એક ટ્વિટમાં જણાવ્યું છે કે, હૈદરાબાદ કસ્ટમ્સે રશિયાથી આયાત કરેલા કોવિડ -19 રસીના માલની મંજૂરીની પ્રક્રિયા ઝડપી કરી છે.
આ પણ વાંચોઃરશિયાથી સ્પુટનિક-5ની પહેલી ખેપ ભારત પહોંચી
રશિયાથી આયાત થતી સ્પુટનિક વીની રસીને વહેલી તકે મંજૂરી આપવામાં આવી
સીબીઆઈસીએ ટ્વીટ કર્યું હતું કે, "હૈદરાબાદ કસ્ટમ્સ દ્વારા રશિયાથી આયાત થતી સ્પુતનિક વીની રસીને વહેલી તકે મંજૂરી આપવામાં આવી છે." આ તરફ નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે એક ટ્વીટમાં કહ્યું હતું કે, "હૈદરાબાદ કસ્ટમ્સ સમયસર યોગ્ય કામગીરી કરે. આ સમયની જરૂરિયાત છે.
સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને રસી આપવાની મંજૂરી પણ આપી
ગયા મહિને સરકારે કોરોના વાઇરસના સંક્રમણના પ્રકોપને રોકવા માટે આયાત રસીના કટોકટીના ઉપયોગની મંજૂરી આપી હતી અને તેમની આયાત પરની કસ્ટમ ડ્યુટી માફ કરી હતી. સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને રસી આપવાની મંજૂરી પણ આપી છે.