ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Firing in Jammu Kashmir : શોપિયાંમાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ - સુરક્ષા બળોની જવાબી કાર્યવાહી

જમ્મુ-કાશ્મીરના (Firing in Jammu Kashmir) શોપિયાં જિલ્લાના ચેક-એ-ચોલેન્ડ વિસ્તારમાં આતંકવાદીઓ સામે અભિયાન દરમિયાન અથડામણ (Encounter between security forces and militants in Shopian) શરૂ થઈ હતી. હજી પણ જમ્મુ-કાશ્મીર પોલીસનું આ અભિયાન (Jammu and Kashmir Police Investigation Campaign) ચાલુ છે.

Firing in Jammu Kashmir: શોપિયાંમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
Firing in Jammu Kashmir: શોપિયાંમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

By

Published : Dec 8, 2021, 11:38 AM IST

  • જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ સુરક્ષા બળો પર કર્યું ફાયરિંગ
  • ચેક-એ-ચોલેન્ડ વિસ્તારમાં આતંકવાદીઓએ કર્યું ફાયરિંગ
  • જમ્મુ-કાશ્મીર પોલીસ ચલાવી રહી છે તપાસ અભિયાન

કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના (Firing in Jammu Kashmir) ચેક-એ-ચોલેન્ડ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની સૂચના (Encounter between security forces and militants in Shopian) મળી હતી. ત્યારબાદ સુરક્ષા બળોએ વિસ્તારને ઘેરીને તપાસ અભિયાન (Jammu and Kashmir Police Investigation Campaign) શરૂ કર્યું હતું. આ તમામની વચ્ચે આતંકવાદીઓએ સુરક્ષા બળો પર ફાયરિંગ શરૂ (Terrorists opened fire in the Chek-e-Choland area) કરી દીધું હતું. ત્યારે સુરક્ષા બળોએ જવાબી કાર્યવાહી કરી હતી, જેના કારણે અથડામણ શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો-જમ્મૂ-કશ્મીર: સર્ચ ઓપરેશનના 14માં દિવસે આતંકવાદીઓનું સુરક્ષાબળો પર ફાયરિંગ, 3 ઈજાગ્રસ્ત

આતંકવાદીઓ છુપાયા હોવાની સૂચના મળતા પોલીસે વિસ્તારને ઘેર્યો હતો

સુરક્ષા બળોએ ચેક-એ-ચોલેન્ડમાં ઘેરાવ અને તપાસ અભિયાન (Jammu and Kashmir Police Investigation Campaign) શરૂ કર્યું છે. ત્યારે આતંકવાદીઓએ સુરક્ષા બળો પર ફાયરિંગ (Firing in Jammu Kashmir) કર્યું હતું. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, દક્ષિણ કાશ્મીરના શોપિયાં વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની સૂચના મળ્યા પછી ઘેરાવ કરીને તપાસ કરવામાં આવી હતી. તે દરમિયાન સુરક્ષા બળે તપાસ અભિયાન (Jammu and Kashmir Police Investigation Campaign) શરૂ કરતા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું.

આ પણ વાંચો-Encounter In Pulwama : સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને કર્યા ઠાર, સર્ચ ઓપરેશન શરૂ

સુરક્ષા બળોએ જવાબી કાર્યવાહી કરી

તો આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા બળોએ જવાબી કાર્યવાહી (Security forces retaliate) કરી હતી. ત્યારબાદ અથડામણ શરૂ થઈ ગઈ હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે સુરક્ષા બળ વિસ્તારમાં તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન આતંકવાદીઓએ તેમની ઉપર ફાયરિંગ કર્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસ અનુસાર, હજી અભિયાન ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details