- કોસા વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં આગ
- આગમાં 4 દર્દીઓનાં થયા મોત
- શોર્ટ સર્કિટને કારણે આગ લાગી
થાણે: મુમ્બ્રા વિસ્તારના કોસા વિસ્તારમાં આવેલી પ્રાઈમ હોસ્પિટલમાં આજે સવારે 3 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી. ચોંકાવનારી વાત એ છે કે, ભંડુપ અને વિરાર હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ત્રણ દર્દીઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું, એમ સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી જિતેન્દ્ર અવહાદે જણાવ્યું હતું.
આ પણ વાંચો: સુરતની આયુષ કોવિડ હોસ્પિટલના ICU વિભાગમાં આગ લાગતા 4 લોકોના મોત
શોર્ટ સર્કિટને કારણે લાગી હતી આગ
મુમ્બ્રાના કોસા વિસ્તારમાં આવેલી પ્રાઈમ હોસ્પિટલમાં લાગેલી આગના સમયે 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જોકે, મંત્રી અવહાડે અનુમાન લગાવ્યું છે કે, આજે સવારે 3 વાગ્યે અચાનક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, મુખ્યપ્રધાને મૃતક દર્દીઓના સંબંધીઓને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. જોકે આ ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવશે અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ અવહાડે જણાવ્યું હતું.