ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરાતા FRI નોંધાઇ - ઇન્દિરાપુરમ સર્કલ

ગાઝિયાબાદ પોલીસે ગાઝીપુર બોર્ડર પર હંગામો મચાવનારા અને ભાજપના કાર્યકરોના વાહનોમાં તોડફોડ કરવા બદલ 200 વિરોધ કરનારા ખેડૂતો સામે FRI નોંધી છે. ત્યારે ઇન્દિરાપુરમ સર્કલ ઓફિસર અંશુ જૈને જણાવ્યું હતું કે, બીકેયુના જિલ્લા વડા જીતેન્દ્રસિંહની ફરિયાદ બાદ ગાઝિયાબાદ પોલીસે ગુરૂવાર સાંજે ઘર્ષણ સંદર્ભે બીજી FRI નોંધી હતી.

ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરાતા FRI નોંધાઇ
ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરાતા FRI નોંધાઇ

By

Published : Jul 2, 2021, 12:01 PM IST

  • ગાઝિયાબાદ પોલીસે વિરોધ કરનારા ખેડૂતો સામે FRI નોંધી
  • ટ્રાંસ હિંડન વિસ્તારમાં કૌશંબી પોલીસ સ્ટેશનમાં FRI નોંધાઈ
  • ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ

ગાઝિયાબાદ: ગાઝિયાબાદ પોલીસે ગાઝીપુર બોર્ડર પર હંગામો મચાવનારા અને ભાજપના કાર્યકરોના વાહનોમાં તોડફોડ કરવા બદલ 200 વિરોધ કરનારા ખેડૂતો સામે FRI નોંધી છે. શહેર પોલીસ અધિક્ષકે (II) જણાવ્યું હતું કે, ટ્રાંસ હિંડન વિસ્તારમાં કૌશંબી પોલીસ સ્ટેશનમાં FRI નોંધાઈ છે.

આ પણ વાંચોઃ ગાઝિયાબાદમાં ઓક્સિજન સિલિન્ડરોના બ્લેક માર્કેટિંગ કરનારનો પર્દાફાસ્ટ

ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ

બુધવારના રોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. જ્યારે શાસક પક્ષના કાર્યકરો દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર સરઘસ કાઠી રહ્યા હતા, જ્યાં વિરોધીઓ, મુખ્ય રૂપથી સમર્થકો, નવેમ્બર 2020 થી છાવણી કરી રહ્યા છે. ભારતીય કિસાન યુનિયન (બીકેયુ) ના મીડિયા પ્રભારી ધર્મેન્દ્ર મલિકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એકપક્ષી પોલીસ કાર્યવાહી ખેડૂતોના વિરોધને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ખેડૂતો આજે કાળો દિવસ ઉજવશે, ટિકૈતે કહ્યું - દિવસમાં બધુ જ કાળું દેખાશે

ઘર્ષણ સંદર્ભે બીજી FRI નોંધાય

બીજી તરફ, ઇન્દિરાપુરમ સર્કલ ઓફિસર અંશુ જૈને જણાવ્યું હતું કે, બીકેયુના જિલ્લા વડા જીતેન્દ્રસિંઘની ફરિયાદ બાદ પોલીસે ગુરુવારે સાંજે ઘર્ષણ સંદર્ભે બીજી FRI નોંધી હતી. પોલીસે જણાવ્યું હતું કે, અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 147, 323, 504 અને 506 હેઠળ FRI નોંધવામાં આવી છે. FRI માં ભાજપના કાર્યકર્તાઓ પર બુધવારે ગાજીપુર બોર્ડર પર અથડામણ ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે બીકેયુ અધિકારીઓના જણાવ્યા અનુસાર અગાઉ પોલીસ FRI નોંધી રહી ન હતી, જેના કારણે ઘણા ખેડૂતોએ પોલીસ સામે વિરોધ શરૂ કર્યો હતો. બીકેયુના મીડિયા પ્રભારી મલિકે જણાવ્યું હતું કે, "FRI નોંધાયા પછી હવે આ વિરોધ પ્રદર્શન બંધ કરાયું છે."

ABOUT THE AUTHOR

...view details