નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગુરુવારે ફાઈબરનેટ કેસમાં આગોતરા જામીન મેળવવાની તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા એન ચંદ્રબાબુ નાયડુની અરજી પર સુનાવણી 12 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે. જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે આ મામલાને મુલતવી રાખતાં કહ્યું હતું કે રુપિયા 371 કરોડના કૌશલ્ય વિકાસ કૌભાંડ કેસમાં એફઆઈઆર રદ કરવા અંગે નાયડુ દ્વારા દાખલ કરવામાં આવેલી અન્ય અરજી પરનો ચૂકાદો ટૂંક સમયમાં આવવાની શક્યતા છે.
ટીડીપી નેતા એન ચંદ્રાબાબુ નાયડુને સુપ્રીમ કોર્ટે આપી રાહત, ફાઈબરનેટ કેસની સુનાવણી 12 ડીસેમ્બર સુધી ટળી
સુપ્રીમ કોર્ટે ફાઈબરનેટ કેસમાં આગોતરા જામીન અંગે ટીડીપીના વડા એન ચંદ્રાબાબુ નાયડુ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી 12 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે. રાજ્ય સરકારની પોલીસે 13 ઓક્ટોબરે કોર્ટને જણાવ્યું હતું કે જ્યાં સુધી ચુકાદો ન આવે ત્યાં સુધી નાયડુને કસ્ટડીમાં ન લે. FibreNet case Supreme Court TDP chief N Chandrababu Naidu
Published : Nov 30, 2023, 7:19 PM IST
નાયડુની ધરપકડ ન કરવા કહ્યું : સુપ્રીમ કોર્ટેમાં સંક્ષિપ્ત સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરા આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નાયડુ તરફથી હાજર હતાં. તેમણે કહ્યું કે રાજ્ય પોલીસ દ્વારા તેમની ધરપકડ સામેનો અગાઉનો આદેશ ચાલુ રાખવો જોઈએ. આંધ્ર પ્રદેશ સરકારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને ખાતરી આપી હતી કે આ વ્યવસ્થા ચાલુ રહેશે. સર્વોચ્ચ અદાલતે અગાઉ આંધ્ર પ્રદેશ પોલીસને ફાઇબરનેટ કેસમાં નાયડુની ધરપકડ ન કરવા કહ્યું હતું. જ્યાં સુધી તે કૌશલ્ય વિકાસ કૌભાંડ કેસમાં TDP સુપ્રીમોની અરજી પર તેનો ચૂકાદો ન આપે ત્યાં સુધી તેની ધરપકડ ન કરવા જણાવાયું હતું. રાજ્ય પોલીસે 13 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તે નાયડુને કસ્ટડીમાં નહીં લે.
ફાઈબરનેટ કેસ : આંધ્રપ્રદેશ ફાઈબરનેટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ પસંદગીની કંપનીને રૂ. 330 કરોડના વર્ક ઓર્ડરની ફાળવણી માટેના ટેન્ડરમાં છેડછાડ સાથે સંબંધિત છે. આંધ્રપ્રદેશ પોલીસના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) એ આરોપ મૂક્યો છે કે ટેન્ડર આપવાથી લઈને કામ પૂરું થવા સુધી પ્રોજેક્ટમાં ગેરરીતિ આચરવામાં આવી હતી, જેનાથી રાજ્યની તિજોરીને મોટું નુકસાન થયું હતું. એન ચંદ્રબાબુ નાયડુ (73) 2015માં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કૌશલ્ય વિકાસ નિગમના ભંડોળનો દુરુપયોગ કરવાના આરોપમાં 9 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે આ કેસમાં રાજ્યની તિજોરીને 371 કરોડ રૂપિયાનું કથિત નુકસાન થયું છે.
- કૌશલ વિકાસ નિગમ કૌભાંડઃ ટીડીપી ચિફ ચંદ્રબાબુ નાયડુને રાહત, હાઈ કોર્ટે આપ્યા જામીન
- SC on Chandrababu's Plea: સુપ્રીમ કોર્ટે ચંદ્રબાબુ નાયડુની આગોતરા જામીન માંગતી અરજીની સુનાવણી 30 નવેમ્બર પર ટાળી દીધી