ગુજરાત

gujarat

સેનાના બહાદુર ડોગ 'એક્સલ'ને લશ્કરી સન્માન સાથે અંતિમવિધી કરાઇ

By

Published : Aug 3, 2022, 4:19 PM IST

આતંકવાદીઓ સાથેની અથડામણમાં જીવ ગુમાવનાર ભારતીય સેનાના બહાદુર સ્નિફર ડોગ 'એક્સલ' ને રવિવારે શ્રદ્ધાંજલિ આપવામાં આવી(Axel dog was paid tribute on Sunday) હતી અને લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા(Cremation with military honors) હતા.

સેનાના બહાદુર ડોગ 'એક્સલ'ને લશ્કરી સન્માન સાથે અંતિમવિધી કરાઇ
સેનાના બહાદુર ડોગ 'એક્સલ'ને લશ્કરી સન્માન સાથે અંતિમવિધી કરાઇ

શ્રીનગર :કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી ઓપરેશનમાં પોતાનો જીવ ગુમાવનાર ભારતીય સેનાના સ્નિફર ડોગ 'એક્સલ'ને રવિવારે શ્રદ્ધાંજલિ આપવામાં આવી(Axel dog was paid tribute on Sunday) હતી. બારામુલ્લા જિલ્લાના હૈદર બેગ ખાતે સેનાના અધિકારીઓ અને જવાનોએ તેને શ્રદ્ધાંજલિ આપી (Cremation with military honors)હતી. આ સાથે, બહાદુર કૂતરાને 26 એડીયુ કેમ્પસમાં લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સેનાના બહાદુર ડોગ 'એક્સલ'ને લશ્કરી સન્માન સાથે અંતિમવિધી કરાઇ

આ પણ વાંચો - જમ્મુ-કાશ્મીના બારામુલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ

આર્મીનો ડોગ થયો શહિદ - શનિવારે બારામુલ્લામાં 26 આર્મી ડોગ યુનિટના બે વર્ષીય એક્સેલને આતંકવાદ વિરોધી ઓપરેશનમાં 29 રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટ સાથે 10 સેક્ટર આરઆર કાઉન્ટર ઈન્સર્જન્સી ફોર્સના વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા હતા. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, આ દરમિયાન આતંકીઓની ગોળીઓને કારણે તેનું મોત થયું હતું. બિલ્ડિંગ ક્લિયરન્સ ઑપરેશન દરમિયાન, શરૂઆતમાં અન્ય આર્મી ડોગ 'બાલાજી'ને બિલ્ડિંગ દરમિયાનગીરી માટે મોકલવામાં આવ્યો હતો અને કોરિડોરને અંદરથી સેનિટાઇઝ કરવામાં આવ્યો હતો. તે પછી, એક્સેલ તૈનાત કરવામાં આવી હતી. કૂતરો બીજા રૂમમાં પ્રવેશતાની સાથે જ તેને ગોળી વાગી હતી. ગોળી વાગ્યાની 15 સેકન્ડમાં જ તે પડી ગયો.

આ પણ વાંચો - જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર

લશ્કરી સન્માન સાથે અંતિમવિધી કરાઇ - જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ રહી હતી. બાદમાં ઓપરેશન પૂરું થયા બાદ એક્સલનો મૃતદેહ મળી આવ્યો હતો. તેનું પોસ્ટમોર્ટમ 54 આર્મ્ડ ફોર્સીસ વેટરનરી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે તેને ગોળી મારવા ઉપરાંત તેના ફેમરના ફ્રેક્ચર સાથે દસથી વધુ ઘા હતા.

ABOUT THE AUTHOR

...view details