- કર્ણાટકમાં અનોખી લગ્નવિધિ
- પુત્રીના લગ્ન કરાવવા માટે પિતા બન્યા ગોરમહારાજ
- લોકડાઉનને લીધે પંડિત ન મળતા પિતાએ જવાબદારી નિભાવી
લોકડાઉન ઇફેક્ટ: પુત્રીના લગ્ન કરાવવા માટે પિતા બન્યા ગોરમહારાજ
સામાન્યપણે એક પુત્રીના લગ્નમાં તેના પિતાને માથે અનેક જવાબદારીઓ હોય છે. કન્યાદાન સહિતની આ તમામ જવાબદારીઓ એક પિતા સુપેરે નિભાવતા હોય છે ત્યારે કર્ણાટકમાં યોજાયેલી એક લગ્નવિધિમાં ખાસ ઘટના સામે આવી હતી જેમાં લોકડાઉનને લીધે પંડિત ન મળતા કન્યાના પિતાએ પોતે જ ગોરમહારાજ બની સંપૂર્ણ વિધિઓ કરાવી હતી.
કર્ણાટક
છત્તીસગઢ: રાયચુર જિલ્લામાં પુત્રીના લગ્નમાં પિતા સામાન્યપણે તેના પિતા તરીકેની ફરજો અદા કરતા હોય છે પરંતુ કર્ણાટકના રાયચુર જિલ્લાના સિંધનૂરુ તાલુકના પોથનાલ ગામના મલ્લૈયા સ્વામીએ લોકડાઉનને લીધે પંડિત ન મળતા પોતે જ ગોરમહારાજ બની લગ્નવિધિઓ સંપૂર્ણ કરાવી હતી. સમગ્ર કર્ણાટકમાં સતત વધી રહેલા કોરોના વાઇરસ કેસને લીધે લોકડાઉનની જાહેરાત થતા લોકોને લગ્નવિધિ માટે પંડિત નથી મળી રહ્યા. તેથી એક પિતાએ પોતાની પુત્રીના લગ્નમાં તમામ ધાર્મિક વિધિઓ કરી હતી.