ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આંદોલનના આજે છ મહિના પૂર્ણ, આજના દિવસને કાળા દિવસ તરીકે ઉજવશે ખેડૂતો - સંયુક્ત કિસાન મોરચા

કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા છ મહિનાથી બેઠેલા ખેડુતો આજે 'કાળો દિવસ (Black Day)' તરીકે ઉજવશે. દેખાવો કરી રહેલા ખેડૂતોની માગ છે કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં પસાર કરાયેલા ત્રણેય કૃષિ કાયદાને રદ્દ કરવામાં આવે.

black day on 26 may
black day on 26 may

By

Published : May 26, 2021, 9:39 AM IST

  • ખેડૂતોને મળ્યું આપનું સમર્થન
  • નવજોત સિદ્ધુએ વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં તેમના ઘરે કાળો ઝંડો લગાવ્યો
  • દિલ્હી પોલીસની કડક દેખરેખ

નવી દિલ્હી: ખેડૂત સંગઠનોએ કેન્દ્રના કૃષિ કાયદાઓ વિરુદ્ધ તેમના આંદોલનના છ મહિના પૂરા થવા નિમિત્તે આજે એટલે કે 26 મેને 'કાળો દિવસ (Black Day)' ઉજવવા હાંકલ કરી છે. ગયા વર્ષે નવેમ્બરથી ખેડૂતોએ દિલ્હીની સરહદો પર પડાવ નાખ્યો છે અને ત્રણ નવા કૃષિ કાયદાને પાછો ખેંચવાની માગ કરી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચા(Sanyukt Kisan Morcha)એ ચાળીસથી વધુ ખેડૂત સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સંવાદ ફરીથી શરૂ કરવા વિનંતી કરી હતી.

12 પ્રમુખ વિપક્ષી દળોનું સમર્થન

તો બીજી તરફ કેન્દ્રના કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ખેડૂત આંદોલન (Farmers Protest)ના છ મહિના પૂરા થવા નિમિત્તે 26 મે ના રોજ સંયુક્ત કિસાન મોરચા દ્વારા તેમના દેશવ્યાપી વિરોધને સમર્થન આપ્યું છે. સંયુક્ત નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. સોનિયા ગાંધી (કોંગ્રેસ), એચ.ડી.દેવ ગૌડા (JDS), શરદ પવાર (NCP), મમતા બેનર્જી (TMC), ઉદ્ધવ ઠાકરે (શિવસેના), એમ.કે. સ્ટાલિન (DMK), હેમંત સોરેન (JMM), ફારૂક અબ્દુલ્લા (JKPA), અખિલેશ યાદવ (સપા), તેજસ્વી યાદવ (RJD), ડી રાજા (CPI) અને સીતારામ યેચુરીએ હસ્તાક્ષર કર્યા છે.

નવજોત સિદ્ધુએ વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં તેમના ઘરે કાળો ઝંડો લગાવ્યો

કોંગ્રેસના ધારાસભ્ય નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)એ મંગળવારે કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં પટિયાલામાં તેમના ઘરે કાળો ઝંડો લગાવ્યો હતો. સિદ્ધુએ ટ્વિટ કર્યું કે, વિરોધમાં કાળો ઝંડો લહેરાવ્યો. દરેક પંજાબીએ ખેડુતોને ટેકો આપવો જોઈએ. 'આપ'એ 26 મેના રોજ કાળો દિવસ મનાવવાના ખેડૂત સંગઠનોના નિર્ણયને ટેકો આપ્યો હતો.પંજાબની મુખ્ય વિપક્ષી પાર્ટી, આમ આદમી પાર્ટી (AAP) એ મંગળવારના રોજ કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને 26 મેના રોજ કાળો દિવસ ઉજવવાના નિર્ણયનું સમર્થન કર્યું હતું.

દિલ્હી પોલીસની કડક દેખરેખ

'કાળો દિવસ (Black Day)' ઉજવવાની ખેડૂત સંઘો દ્વારા કરવામાં આવેલી ઘોષણાની વચ્ચે, દિલ્હી પોલીસે કોરોનાની સ્થિતિ અને લોકડાઉનને કારણે લોકોને મીટિંગો ન કરવા અપીલ કરી છે. પોલીસે કહ્યું કે, સરહદો પરની ચળવળની સ્થળોએ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details