- 'વિજય દિવસ સેલિબ્રેશન' સાથે પોતાના ઘરે પરત ફર્યા ખેડૂતો
- SKMએ આજથી પ્રદર્શનસ્થળ ખાલી કરવાની જાહેરાત કરી હતી
- ધરણા ખતમ કરાવીને 15 ડિસેમ્બરે ઘરે જશે રાકેશ ટિકૈત
નવી દિલ્હી: છેલ્લા એક વર્ષથી દિલ્હીની સરહદો પર વિરોધ (farmers protest at delhi border) કરી રહેલા ખેડૂતોનું વિરોધ પ્રદર્શન આજે સમાપ્ત (Farmers Protest End) થઈ રહ્યું છે. સંયુક્ત કિસાન મોરચા (sanyukt kisan morcha)એ આ દિવસને 'વિજય દિવસ' તરીકે ઉજવવાનું આહ્વાન કર્યું છે. વિરોધ કરી રહેલા ખેડૂતો આજે 'વિજય દિવસ સેલિબ્રેશન' (farmers vijay diwas celebration) સાથે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. આ દરમિયાન દિલ્હીની ટિકરી બોર્ડર (farmers protest at delhi border tikri border) પર ખેડૂતો ઉજવણી (farmers vijay diwas celebration at tikri border) કરતા જોવા મળ્યા હતા.
રાકેશ ટિકૈત 15 ડિસેમ્બરે ઘરે જશે
તો આંદોલનને સ્થગિત કરવાની જાહેરાત બાદ પ્રદર્શનકારી ખેડૂતો સિંઘુ બોર્ડર અને ગાઝીપુર બોર્ડર (farmers protest at singhu and ghazipur border)થી પ્રદર્શનસ્થળ ખાલી કરીને જઇ રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચાએ આજથી પ્રદર્શનસ્થળ ખાલી કરવાની જાહેરાત કરી હતી. આજે સવારે ગાઝીપુર બોર્ડર પર ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે (rakesh tikait at ghazipur border) જણાવ્યું હતું કે, "ખેડૂતો આજથી પોતપોતાના ઘરે જઈ રહ્યા છે, પરંતુ અમે 15 ડિસેમ્બરે ઘરે જઈશું, કારણ કે દેશમાં હજારો ધરણાં ચાલી રહ્યા છે. અમે પહેલા એ ખતમ કરાવીશું અને તેમને ઘરે પાછા મોકલીશું."
સરકારના સકારાત્મક આશ્વાસન આંદોલન ખત્મ કરવાની જાહેરાત કરી હતી