- 27 સપ્ટેમ્બરે 'ખેડૂત લૉકડાઉન'
- રસ્તા પર ન નિકળવા લોકોને અપિલ
- કાયદા પાછા નહીં લેવાય ત્યા સુધી ચાલું રહેશે આંદોલન
દિલ્હી: ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે શનિવારે કહ્યું કે, "27 સપ્ટેમ્બરે દેશમાં 'ખેડૂત લૉકડાઉન' લાગૂ રહેશે. જે લોકો અનાજ ખાય છે તેઓ એક દિવસ ખેડૂતોના નામે કરે. તે દિવસે કોઈ પણ રસ્તા પર ન નીકળે. જે નીકળશે તે ફસાશે". તેઓએ કહ્યું કે,"ખેડૂતોને પાછા મોકલીને સરકાર જીતવા માંગે છે કે શું..અમે અમારા હકની લડાઈ લડી રહ્યા છીએ."
જ્યા સુધી સરકાર નહીં માને ત્યા સુધી આદોંલન ચાલુ રહેશે
ટિકૈતે કહ્યું કે, "ખેડૂત આંદોલન પાકને બચાવવા માટે છે. ખેડૂતો પર થોપાયેલા કાળા કૃષિ કાયદાને કેન્દ્ર સરકાર જ્યાં સુધી પરત નહીં લે તેઓ ખેડૂતોની મદદથી દિલ્હીની સીમાઓ પર કાયમ રહેશે". તેઓએ શાહજહાંપુરમાં ખેડૂતની એક સભાને સંબોધિત કરતા કહ્યું કે, "આંદોલનમાં ઘર્મ સ્થાનોનું યોગદાન ખાસ રહ્યું છે અને ગુરુ ગોવિંદ સિંહે ભ્રમણના સમયે ખાપ પંચાયતનો સંપર્ક કર્યો હતો તથા આ પછી પીડિત લોકોને પણ ધૈર્ય રાખવા કહ્યું હતું". તેઓએ કહ્યું કે સિંહે બંદા સિંહ બહાદુરનું માથું નારી હામ મોકલ્યું, જ્યાં લોકોએ ફોજ બનાવીને સરહદનો કિલ્લો જીત્યો હતો". તેઓએ કહ્યું કે, "આજે પણ કોર્પોરેટર અને કેન્દ્ર સરકારની વચ્ચે ખેડૂતો અને મજૂરોના હક છીનવી લેવામાં આવી રહ્યા છે, એવામાં સમય આવી ગયો છે કે સાધુ સંતોના સાન્નિધ્યમાં ખાપ પંચાયતથી નીકળીને ખેડૂત યોદ્ધા સરકારના મૂળ હલાવીને રાખે. જ્યાં સુધી કાળો કાયદો પરત ન લેવાય ત્યાં સુધી ખેડૂત દિલ્હીની સીમાઓ પર કાયમ રહેશે".
આ એક ધર્મ યુદ્ધ છે
આ સિવાય સભાને સંબોધિત કરતા ભારતીય કિસાન યૂનિયન, ચઢૂની ગુટના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુરનામ સિંહે દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને ધર્મ યુદ્ધ કહ્યું છે. તેઓએ કહ્યું કે આ ધર્મયુદ્ધ ખેડૂતોના હકને માટે લડવામાં આવી રહ્યું છે, જ્યારે સરકારની ઈચ્છા ભારતના ખેડૂત- મજૂરોને ગુલામ બનાવવાની છે. જે કોઈ પણ રીતે પૂરી થવા દેવાય એમ નથી.