આંધ્રપ્રદેશ : આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં એક ખેડૂતને પોતાના ખેતર માંથી કામ કરતી વખતે કિંમતી હિરા મળી આવ્યા(FARMER FOUND DIAMOND WORTH LAKHS) હતો. આ હિરો ખેડૂતની દિકરને ટામેટાના પાકને નિંદામણ કરતી વખતે મળ્યો હતો. તે 10 કેરેટનો માનવામાં આવે છે. જેનાથી ખેડૂતને લાખો રુપિયાની આવક પણ થઇ છે. આ ઘટના તુગ્ગી મંડળના જી. ઈરાગુડી ગામની છે.
ખેડૂતને ખેતર માંથી મળ્યા કિંમતી હિરા, જેની કિંમત જાણીને ચોંકિ જાશો - FARMER FOUND DIAMOND WORTH LAKHS
આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં એક ખેડૂતનું નસીબ અચાનક ચમકી ગયું છે. તેને ખેતર માંથી કિંમતી હિરા મળી આવ્યા(FARMER FOUND DIAMOND WORTH LAKHS) હતા. જેની કિંમત લાખોમાં આંકવામાં આવી રહી છે. ખેડૂત પરિવાર સાથે ખેતરમાં નિંદામણનું કામ કરી રહ્યો હતો. તે દરમિયાન તેને આ હિરો મળી આવ્યો હતો. આ હિરો ખેડૂતની દીકરીને મળી આવ્યો હતો.
ખેડૂતને ખેતર માંથી મળ્યા કિંમતી હિરા
લાખોની કિંમતના હિરા મળ્યા આ બાબતની જાણ થતાં, પેરાવલી અને જોન્નાગીરી વિસ્તારના કેટલાક વેપારીઓએ ખેડૂતનો સંપર્ક કર્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે વેપારીઓએ 34 લાખ રૂપિયામાં હીરા ખરીદ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ચોમાસામાં શરૂઆતના વરસાદ બાદ જોનાગીરી, પગીદરાઈ, જી. એરાગુડી અને તુઘલી વિસ્તારના ખેતરોમાં હીરા મળવા સામાન્ય છે.