ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી કેબિનેટની બેઠક પૂર્ણ, બપોરે 3 વાગ્યે કેબિનેટ બ્રીફિંગ - કેબિનેટ બ્રીફિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક (Central Cabinet meeting) મળી હતી. અહેવાલો અનુસાર કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર આજે બપોરે 3 વાગ્યે કેબિનેટ બ્રીફિંગ (Cabinet briefing) કરશે.

કેન્દ્રીય કેબિનેટ આજે કૃષિ કાયદાઓને પાછા ખેંચવા બિલને આપી શકે છે મંજૂરી
કેન્દ્રીય કેબિનેટ આજે કૃષિ કાયદાઓને પાછા ખેંચવા બિલને આપી શકે છે મંજૂરી

By

Published : Nov 24, 2021, 6:49 AM IST

Updated : Nov 24, 2021, 2:21 PM IST

  • કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કૃષિ બીલ અંગે કરાશે ચર્ચા
  • ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવા અપાઈ મંજુરી
  • કેબિનેટ બેઠક બાદ સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરાશે બીલ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​કેન્દ્રીય કેબિનેટની બેઠક (Central Cabinet meeting) બોલાવી હતી. મળતી માહિતી મુજબ, બેઠક પૂરી થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બપોરે 3 વાગ્યે કેબિનેટ બ્રિફિંગ થશે. સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ત્રણ કૃષિ કાયદાઓ (Farm Laws) પાછા ખેંચવા અંગે કેન્દ્રીય કેબિનેટ બુધવારે બિલને મંજૂરી આપે તેવી શક્યતા છે. કેબિનેટની મંજૂરી બાદ આ બિલોને સંસદના આગામી સત્રમાં રજૂ (FARM LAWS REPEAL) કરવામાં આવશે.

શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થશે

કેબિનેટની મંજૂરી (PM MODI CABINET) બાદ આ બિલોને સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુરુ પર્વના અવસર પર રાષ્ટ્રીય હિતમાં કાયદાઓ પાછા ખેંચવાના (Withdraw Agricultural Laws )સરકારના ઇરાદાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સંસદનું શિયાળુ સત્ર (Winter Session of Parliament) 29 નવેમ્બરથી શરૂ થશે.

સરકાર સંસદમાં બિલ રજૂ કરશે

કાયદાને પાછા ખેંચવાની માંગ કરતા, ગત વર્ષે નવેમ્બરથી દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ કહ્યું છે કે, જ્યાં સુધી સંસદ દ્વારા કાયદો રદ્દ કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ વિરોધ સ્થળ પર ઉભા રહેશે. વડાપ્રધાનની જાહેરાત બાદ હવે સરકાર ત્રણ કૃષિ કાયદાઓને પરત ખેંચવા માટે સંસદમાં બિલ રજૂ કરશે.

આ બિલ બન્ને ગૃહો દ્વારા પસાર કરવામાં આવશે, ત્યારબાદ 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રની શરૂઆતમાં કાયદો પાછો ખેંચવાની બંધારણીય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સંસદીય નિયમો અનુસાર, કોઈપણ જૂના કાયદાને પાછો ખેંચવાની પ્રક્રિયા પણ નવો કાયદો બનાવવા જેવી જ છે. જે રીતે નવો કાયદો બનાવવા માટે સંસદના બન્ને ગૃહો દ્વારા બિલ પસાર કરવું પડે છે, તેવી જ રીતે જૂના કાયદાને પાછું ખેંચવા અથવા નાબૂદ કરવા માટે સંસદના બન્ને ગૃહો દ્વારા બિલ પસાર કરવું પડે છે.

રાષ્ટ્રપતિની મંજૂરી મળતાની સાથે જ ત્રણેય કૃષિ કાયદાઓ રદ્દ થઈ જશે. બિલ પાસ થવામાં કેટલો સમય લાગશે તે સરકારની પ્રાથમિકતાઓ પર નિર્ભર રહેશે. જોકે વડાપ્રધાનની ઘોષણા પરથી અંદાજ લગાવી શકાય છે કે બે દિવસમાં બિલ બન્ને ગૃહો દ્વારા પસાર કરવામાં આવશે અને રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલવામાં આવશે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સત્રના પ્રથમ સપ્તાહમાં જ ત્રણેય કૃષિ કાયદાઓ પાછા (FARM LAWS REPEAL) ખેંચી લેવામાં આવશે.

મહત્વપૂર્ણ મુદ્દાઓ:

  1. સરકાર ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવા માટે એક જ બિલ રજૂ કરશે
  2. બિલનું નામ હશે- ફાર્મ લોઝ રિપીલ બિલ, 2021
  3. સત્રના પહેલા જ દિવસે લોકસભામાં બિલ રજૂ થવાની સંભાવના
  4. આજે કેબિનેટની મંજૂરી મળવાની સંભાવના
  5. સરકારે આ સત્રમાં રજૂ થવાના 25 નવા બિલની યાદી બનાવી છે
  6. લોકસભામાં નવા બિલ રજૂ કરવામાં આવશે સરકાર
  7. બિલનો હેતુ આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવનાર સત્તાવાર ડિજિટલ ચલણની રચના માટે એક સરળ માળખું બનાવવાનો છે.
  8. બિલમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ છે.
  9. જોકે કેટલાક અપવાદો રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

Last Updated : Nov 24, 2021, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details