ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફેસબુકના COO શેરિલ સેન્ડબર્ગે આપ્યું રાજીનામું: કોણ હશે નવા COO ? - માર્ક ઝુકરબર્ગ

ફેસબુકના COO (Chief Operating Officer) શેરિલ સેન્ડબર્ગે પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું છે કે, તે હવે સમાજના હિત માટે કામ કરવા જઈ રહી છે.

ફેસબુકના COO શેરિલ સેન્ડબર્ગે આપ્યું રાજીનામું: કોણ હશે નવા COO ?
ફેસબુકના COO શેરિલ સેન્ડબર્ગે આપ્યું રાજીનામું: કોણ હશે નવા COO ?

By

Published : Jun 3, 2022, 2:09 PM IST

નવી દિલ્હીઃ ફેસબુકની પેરન્ટ કંપની મેટાના COO શેરિલ સેન્ડબર્ગે રાજીનામું (COO SHERYL SANDBERG RESIGN) આપી દીધું છે. ફેસબુકના સીઓઓ શેરિલ સેન્ડબર્ગે જાહેરાત કરી છે કે તે તેની પોસ્ટ છોડવા જઈ રહી છે. આ માહિતી ફેસબુકમાંથી જ બહાર આવી છે.જો કે શેરિલ તેની પોસ્ટ કેમ છોડી રહી છે તે જણાવવામાં આવ્યું નથી. જો કે, તેણે તેની એક પોસ્ટ દ્વારા ચોક્કસપણે જણાવ્યું છે કે તેની આગળની યોજના શું છે.

આ પણ વાંચો:50 વર્ષ જૂનું સોવિયતનું અવકાશયાન પૃથ્વી પર અથડાઈ શકે છે, દુનિયાના આ રાષ્ટ્રો પર તોળાતું જોખમ

શેરીલે લખી ફેસબુક પોસ્ટ: COO શેરિલ સેન્ડબર્ગે પોતાની એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું છે કે, તે આગળ જતા સમાજના હિત માટે કામ કરવા જઈ રહી છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મનો ઉલ્લેખ કરતા શેરીલે કહ્યું કે, હવે પહેલાની સરખામણીમાં ઘણું બદલાઈ ગયું છે. આપણે જે પણ પ્રોડક્ટ બનાવીએ છીએ તેની લોકો પર ઘણી અસર પડે છે. તેથી, લોકોની ગોપનીયતાનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી બને છે. તમને જણાવી દઈએ કે, શેરિલ છેલ્લા 14 વર્ષથી આ કંપની સાથે COO (Chief Operating Officer) તરીકે જોડાયેલા હતા. તેણીએ કહ્યું કે, જ્યારે હું 2008 માં કંપનીમાં જોડાઈ ત્યારે મેં વિચાર્યું હતું કે હું આગામી પાંચ વર્ષ અહીં રહીશ, પરંતુ 14 વર્ષ વીતી ગયા. જે પછી જીવનનો નવો અધ્યાય લખવાનો સમય આવી ગયો છે.

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માદરે વતન, PM મોદી પણ મહામહીમના ગામની લેશે મુલાકાત

CEOએ આપ્યો આ જવાબ:જોકે ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગે (Facebook CEO Mark Zuckerberg) તેમની એક પોસ્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે, શેરિલ સેન્ડબર્ગ ફેસબુક સાથે જોડાયેલ રહેશે. તેણે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, શેરિલ ફેસબુકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો એક ભાગ હશે. આ સાથે ઝુકરબર્ગે એ પણ જણાવ્યું કે, જેવિયર ઓલિવાનને Facebookના નવા COO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details