ગુજરાત

gujarat

ETV Bharat / bharat

S Jaishankar At UN : ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કર્યું - એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કર્યું

ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કર્યું હતું. તેઓએ પોતાના ભાષણની શરૂઆત ભારત તરફથી નમસ્તે કહીને કરી હતી. આટલું બોલતાની સાથે જ આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. તેમણે કહ્યું કે, વિશ્વને આગળ વધવું હશે તો સંસ્થાઓમાં પણ સમકાલીન સુધારા કરવા પડશે.

S Jaishankar At UN
S Jaishankar At UN

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 10:13 PM IST

ન્યૂયોર્ક :ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કર્યું હતું. તેઓએ પોતાના ભાષણની શરૂઆત ભારત તરફથી નમસ્તે કહીને કરી હતી. તેમના સંબોધનમાં તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાના મુદ્દાઓને મુખ્ય રીતે ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, જો વિશ્વને આગળ વધવું હશે તો સંસ્થાઓમાં પણ સમકાલીન સુધારા કરવા પડશે.

વિદેશપ્રધાનનું UN સંબોધન : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની વાત કરતા વિદેશપ્રધાને કહ્યું કે, જો સમગ્ર વિશ્વમાં પ્રવર્તી રહેલા તણાવને ઓછો કરવો હોય અને તેને કૂટનીતિ દ્વારા ઉકેલવો હોય તો યુએનમાં સુધારા જરૂરી છે. એસ. જયશંકરે કહ્યું કે, ભારત તેની જવાબદારી સારી રીતે સમજે છે અને પોતાની ભૂમિકા નિભાવવા તૈયાર છે. આજે ભૂખ અને ગરીબી બંને વિશ્વ સમક્ષ સૌથી મોટી સમસ્યા તરીકે છે. જો આનો સામનો કરવો હશે તો સૌ કોઈને પોતાની જવાબદારી સમજવી પડશે.

ભાષણની અનોખી શરુઆત :વિદેશપ્રધાન જયશંકરે કહ્યું કે, ભારત દ્વારા તાજેતરમાં જ G20 સમિટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. ત્યાં અમે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અમે દરેક બાબતમાં પહેલ કરી રહ્યા છીએ. જેથી દુનિયાભરના લોકોને તેનો લાભ મળી શકે. આ ભારતની પહેલનું પરિણામ છે કે, આફ્રિકન યુનિયનને G20 માં સ્થાન આપવામાં આવ્યું છે. આ ભારતનું નેતૃત્વ અને કુશળતા દર્શાવે છે. અમે આફ્રિકન દેશોને એક અવાજ અને એક ઓળખ આપી જેની તેઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા. તેથી હવે સમય આવી ગયો છે કે આપણે સુરક્ષા પરિષદને પણ વધુ સમય મુજબ અનુકુળ બનાવીએ.

ભારતની પહેલને કારણે આફ્રિકન યુનિયનને G20 માં કાયમી સભ્યપદ મળ્યું છે. આમ કરીને અમે એક મહાદ્વીપને અવાજ આપ્યો છે. જેના તેઓ લાંબા સમયથી હકદાર હતા. આ સાથે આ મહત્વપૂર્ણ પહેલથી સંયુક્ત રાષ્ટ્રએ સુરક્ષા પરિષદને સમકાલીન બનાવવા માટે પ્રેરિત થવું જોઈએ. -- એસ. જયશંકર (ભારતના વિદેશપ્રધાન)

ભારતની પહેલ :એસ. જયશંકરે કહ્યું કે, અમારો તાજેતરનો નિર્ણય વિધાનસભામાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો આરક્ષિત કરવાનો પહેલો કાયદો છે. હું એવા સમાજ માટે કહી રહ્યો છું, જ્યાં લોકશાહીની પ્રાચીન પરંપરાઓ ઊંડા આધુનિક મૂળ ધરાવે છે. જેના પરિણામે અમારી વિચારસરણી, દ્રષ્ટીકોણ અને કાર્ય વધુ સરળ અને પ્રામાણિક છે. અમે 75 દેશો સાથે વિકાસલક્ષી ભાગીદારી બનાવી છે. અમે આપત્તિ અને કટોકટીની પરિસ્થિતિઓમાં પ્રથમ પ્રતિસાદ આપનાર બન્યા છીએ. જે તુર્કી અને સીરિયાના લોકોએ જોયું છે.

વિશ્વને અપીલ : વિદેશપ્રધાન જયશંકરે કહ્યું, ભારત વિવિધ ભાગીદારો સાથે સહકારને પ્રોત્સાહન આપવા માંગે છે. બિન-જોડાણના યુગથી આપણે હવે વિશ્વ મિત્ર-વિશ્વ માટે એક મિત્રના યુગમાં વિકાસ પામી રહ્યા છીએ. આ વિવિધ દેશો સાથે જોડાણ કરવા માટે મહત્વપૂર્ણ છે. જો જરૂરી હોય તો સૌના હિતોને સુમેળ કરવાની અમારી ક્ષમતા અને ઇચ્છામાં દેખાય છે. આ QUAD ના ઝડપી વિકાસમાં દેખાય છે. તે BRICS જૂથના વિસ્તરણ અથવા I2U2 ના ઉદભવમાં સ્પષ્ટ થાય છે.

  1. India Canada Controversy: ખાલીસ્તાની સમર્થકોને પ્રોત્સાહિત કરી રહ્યું છે કેનેડા
  2. Canada Warns Russia: કેનેડાની સંસદમાં નાઝી સૈનિકનું સન્માન "ખૂબ શરમજનક" બાબત છે,પણ રશિયા આ મુદ્દે દુષ્પ્રચાર ન કરેઃ જસ્ટિન ટ્રુડો

ABOUT THE AUTHOR

...view details