ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Experts on Omicron Cases: ઓમિક્રોનના કારણે ફેબ્રુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે - ભારતમાં કોરોના રસીકરણ અભિયાન

સમગ્ર દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના (A new variant of the Corona is Omicron) કેસ ઝડપથી (Omicron Cases in India) વધી રહ્યા છે. ત્યારે હવે આને લઈને દેશમાં કોરોનાની ત્રીજી લહેર (The third wave of corona in India) આવે તેવી શક્યતા વધી ગઈ છે. નેશનલ કોવિડ-19 સુપરમોડલ કમિટીએ અનુમાન (National Covid-19 Supermodel Committee on Omicron Matters) લગાવ્યું છે કે, ફેબ્રુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે. જોકે, બીજી લહેરની સરખામણીમાં કેસ ઓછા હશે.

Experts on Omicron Cases: ઓમિક્રોનના કારણે ફેબ્રુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર ટોચ પર હશે
Experts on Omicron Cases: ઓમિક્રોનના કારણે ફેબ્રુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર ટોચ પર હશે

By

Published : Dec 22, 2021, 12:29 PM IST

નવી દિલ્હી: દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ (A new variant of the Corona is Omicron) સતત વધી રહ્યા છે. ત્યારે નેશનલ કોવિડ-19 સુપરમોડેલ કમિટીએ (National Covid-19 Supermodel Committee on Omicron Matters) ચેતવણી આપી છે કે, નવા વર્ષની શરૂઆતમાં ઓમિક્રોનના કારણે કોરોનાની ત્રીજી લહેર (The third wave of corona in India) આવી શકે છે.

આ પણ વાંચો-Corona virus Omicron:બ્રિટનમાં ઓમિક્રોનો હાહાકાર, એક દિવસમાં 12,133 કેસ નોંધાયા

ઓમિક્રોનના કારણે કોરોનાની ત્રીજી લહેર આવશે જઃ કમિટી

આ કમિટીના વડા વિદ્યાસાગરે કહ્યું હતું કે, લોકોમાં રહેલી રોગપ્રતિકારક શક્તિના કારણે કોરોનાની ત્રીજી લહેરની અસર (The third wave of corona in India) બીજી લહેર કરતા હળવી હશે, પરંતુ ઓમિક્રોનના કારણે ત્રીજી લહેર આવશે જરૂર. જો ઓમિક્રોને કોરોનાના ડેલ્ટા વેરિયન્ટની જગ્યા લીધી તો કોરોનાના કેસ વધશે. હાલમાં ભારતમાં દરરોજ કોરોનાના સરેરાશ 7,500 કેસ નોંધાઈ રહ્યા છે.

ત્રીજી લહેરમાં દરરોજ 2 લાખ સુધીના કેસ આવવાની શક્યતા

આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરમાં બીજી લહેર કરતા વધુ કેસ આવવાની શક્યતા નથી. તેમણે કહ્યું હતું કે, ત્રીજી લહેરની પીક દરમિયાન દરરોજ 1.7થી 1.8 લાખ કેસ નોંધાશે, જે બીજી લહેરના અડધા છે. પેનલના અન્ય સભ્ય મનિંદા અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારતમાં દરરોજ 1 લાખથી 2 લાખ કેસની અપેક્ષા છે.

દેશમાં પુખ્ત વયના 85 ટકા લોકોનું રસીકરણ પૂર્ણ

પ્રોફેસર વિદ્યાસાગરે જણાવ્યું હતું કે, આપણે એ યાદ રાખવાનું છે કે, ભારત સરકાર 1 માર્ચથી વ્યાપક કોરોના રસીકરણ અભિયાન (Corona vaccination campaign in India) ચલાવી રહી છે. અત્યાર સુધીમાં દેશમાં લગભગ 85 ટકા પુખ્ત વયના લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. જ્યારે 55 ટકા પુખ્ત વયના લોકોએ બંને ડોઝ આપવામાં આવ્યા છે. એટલે કે, હવે વસ્તીનો ખૂબ જ નાનો ભાગ હજી સુધી કોરોનાના સંપર્કમાં આવ્યો નથી.

ઓમિક્રોનની અસર 2 બાબતો પર નિર્ભર રહેશે

ભારતમાં ઓમિક્રોન વાઈરસ (Omicron Cases in India) કેવી રીતે વર્તે છે. તેની તપાસ કરવામાં નથી આવી. ઓમિક્રોન રસીકરણ અને કુદરતી રીતે બનતી રોગપ્રતિકારક શક્તિને કેટલું નુકસાન પહોંચાડે છે. તે હજી સ્પષ્ટ નથી થયું. પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યું હતું કે, ઓમિક્રોનની અસર 2 બાબતો પર નિર્ભર રહેશે. પ્રથમ કોરોનાનો આ ડેલ્ટા વેરિઅન્ટમાંથી મળેલી રોગપ્રતિકારક શક્તિને કેટલી બાયપાસ કરશે. બીજી રસીથી મળેલી રોગપ્રતિકારક શક્તિ પર તેની શું અસર થશે.

આ પણ વાંચો-Omicron Fear in Gujarat : VGGS 2022 મુદ્દે સરકારી વિભાગો વચ્ચે સંકલન, વર્ચ્યુલી અનેક દેશો જોડાય તેવી શકયતાઓ

બીજી લહેર પછી મેડીકલ ક્ષેત્રમાં તૈયારીઓ વધી

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોરોનાની બીજી લહેર પછી મેડીકલ ક્ષેત્રમાં તૈયારીઓ વધી ગઈ છે. આ માટે ત્રીજી લહેરના ખરાબ સમયમાં પણ ભારતમાં દરરોજ 2 લાખથી વધુ કેસ નહીં આવે.

ABOUT THE AUTHOR

...view details