ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Exclusive: ભારતમાં મહિલા IPL પર સંકટના વાદળો ઘેરાયા - બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા

ETV Bharatને BCCIના એક અધિકારી પાસેથી માહિતી મળી કે ભારતમાં મહિલા IPLને લઈને (Women IPL in India ) સંકટ છે. બોર્ડને લાગે છે કે, મહિલા ક્રિકેટરોમાં ક્વોલિટીનો અભાવ છે, જેના કારણે IPL શરૂ કરવી શક્ય નથી. પશ્ચિમ બંગાળના ચીફ રિપોર્ટર સંજીવ ગુહાએ આ માહિતી આપી હતી.

Exclusive: ભારતમાં મહિલા IPL પર સંકટના વાદળો ઘેરાયા છે
Exclusive: ભારતમાં મહિલા IPL પર સંકટના વાદળો ઘેરાયા છે

By

Published : Apr 12, 2022, 9:24 PM IST

કોલકાતા:બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ (bcci President Sourav Ganguly) વર્ષ 2023થી વુમન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (Women Indian Premier League) શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ બીસીસીઆઈના કેટલાક અધિકારીઓને લાગે છે કે મહિલા ક્રિકેટરોમાં ગુણવત્તાનો અભાવ છે, જેના કારણે દેશમાં IPL શરૂ કરવી શક્ય નથી.

આ પણ વાંચો:FIH Pro League : ગોલકીપર સવિતાના નેતૃત્વની ટીમમાં સ્ટાર સ્ટ્રાઈકર રાની ફરી બનશે હિસ્સો

મહિલા ક્રિકેટરોમાં પ્રતિભાનો ખુબજ અભાવ:પોતાની ગુપ્તતા જાળવીને BCCIના એક અધિકારીએ ETV Bharatને આ વિશે જણાવ્યું કે, BCCI મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ઘણી હદ સુધી કામ કરી રહ્યું છે, પરંતુ મહિલા ક્રિકેટરોમાં પ્રતિભાનો ખુબજ અભાવ છે. આ સમયે મહિલા લીગ શરૂ કરવી અશક્ય લાગે છે.

ઓછામાં ઓછી 4-5 ટીમોની જરૂર: અધિકારીના જણાવ્યા અનુસાર, IPL જેવી લીગ શરૂ કરવા માટે ઓછામાં ઓછી 4-5 ટીમોની જરૂર છે. આવી સ્થિતિમાં ખેલાડીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને ગુણવત્તાયુક્ત ટીમ બનાવવી શક્ય નથી. પુરૂષ ક્રિકેટરોની સમકક્ષ બનવા માટે મહિલાઓએ સખત મહેનત કરવી પડશે.

પ્રતિભાશાળી ખેલાડીઓ: પુરૂષ ક્રિકેટની તેજસ્વીતા પર પ્રકાશ પાડતા અધિકારીએ જણાવ્યું હતું કે, “મહિલા ક્રિકેટરે છેલ્લા કેટલાક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સ્તરના કોઈ ખેલાડી પેદા કર્યા નથી. જો તમે પુરુષોની ટીમ પર નજર નાખો તો તેમાં ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ છે, પરંતુ મહિલા ક્રિકેટમાં પુરતી ગુણવત્તાવાળી ખેલાડીઓ નથી.

આ પણ વાંચો:વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી એશલે બાર્ટીએ લીધી નિવૃત્તિ

250 વિકેટ લેનારી પ્રથમ મહિલા ઝડપી બોલર: એક ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, મહિલા ક્રિકેટ ટીમમાં ઝુલન ગોસ્વામી જેવી ગુણવત્તાની કોઈ ખેલાડી નથી. સૌથી મોટી વાત એ છે કે ઝુલનનું કરિયર પણ લગભગ ખતમ થવાના આરે છે. ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ 16 માર્ચે ઈંગ્લેન્ડ સામેની ભારતની ICC મહિલા વર્લ્ડ કપ 2022ની મેચમાં ODI ક્રિકેટમાં 250 વિકેટ લેનારી પ્રથમ મહિલા ઝડપી બોલર બનીને ઈતિહાસ રચ્યો હતો. ઝુલને ઈંગ્લેન્ડની ઓપનર ટેમી બ્યુમોન્ટને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી.

ABOUT THE AUTHOR

...view details