- 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને મળશે કોરોના રસી
- દેશભરમાં આ રસીકરણ 1 મેથી ચાલુ કરવામાં આવશે
- વડાપ્રધાન મોદીએ ડૉક્ટરો સાથેની બેઠક બાદ લીધો નિર્ણય
નવી દિલ્હી: દેશમાં ઝડપથી ફેલાતા કોરોના વાઇરસને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોરોના રસીકરણ અંગે મોટો નિર્ણય લીધો છે. 1 મેથી, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી મેળવવાં પર મહોર મારી છે. ભારત સરકારે 1 મેથી કોરોના રસીકરણના 3જા તબક્કાની વ્યૂહરચનાની ઘોષણા કરી છે. હવે, 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકો રસી લઈ શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉક્ટરો સાથેની બેઠક બાદ આ મોટો નિર્ણય લીધો છે. દેશમાં કોરોના વાઇરસની 2જી લહેર વચ્ચે કોરોના રસીકરણ અભિયાનને તીવ્ર બનાવવાના મોદી સરકારના નિર્ણયને મોટી રાહત મળી શકે છે.
ભારતમાં કોરોના વિરુદ્ધ સૌથી મોટી જંગ, 18 વર્ષથી ઉપરના લોકોને મળશે રસી આ પણ વાંચો:રસીકરણની ઝડપ વધારવી જરૂરી છે
ઉત્પાદકો 50 ટકા રસી રાજ્યોને આપી શકશે
રસીકરણ અભિયાનના 3જા તબક્કામાં, રસીની ખરીદી અને રસીકરણ માટેની યોગ્યતા હળવી કરવામાં આવી રહી છે. કોરોના વાઇરસ રસીકરણ અભિયાનના 3જા તબક્કામાં લગભગ 90 કરોડ લોકોને રસી આપવામાં આવશે. રાજ્યોને પણ રસી ખરીદવા અને વહેંચવાની મંજૂરી આપવામાં આવશે. રસી ઉત્પાદકો 50 ટકા રસી રાજ્યોને આપી શકશે. આ ઉપરાંત, કોઈ પણ રાજ્યો સીધી કંપનીઓ પાસેથી રસી ખરીદી શકશે.
આ પણ વાંચો:વડાપ્રધાન મોદી કોરોનાની પરિસ્થિતિ લઈને રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરશે ચર્ચા
કોરોનાની લડતમાં રસીકરણ મોટું હથિયાર
સરકારે જણાવ્યું હતું કે, આરોગ્ય કાર્મચારી અને અન્ય કોરોના વોરિયર્સ, 45 વર્ષથી વધુ વયના લોકો સહિતના પ્રાધાન્યતા જૂથોને 2જા તબક્કાની રસી આપવામાં આવશે. રસી ઉત્પાદકોને તેમના પુરવઠાના 50 ટકા સુધી રાજ્ય સરકારો અને ખુલ્લા બજારમાં પૂર્વ ઘોષિત ભાવે વેચવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. રાજ્યોને ઉત્પાદકો પાસેથી રસી ખરીદવાની સત્તા આપવામાં આવશે. વડાપ્રધાને કહ્યું કે, કોરોના સામેની લડતમાં રસીકરણએ સૌથી મોટું હથિયાર છે. આ સાથે, ડૉકટરોને વધુ લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું છે.