હરિયાણા : પાણીપતના કિન્નર અને ઉત્તર પ્રદેશના અખિલેશની લવસ્ટોરી કોઈ હિન્દી ફિલ્મની સ્ક્રિપ્ટથી ઓછી નથી. સૌથી પહેલા યુપીના યુવકે પાણીપતના રહેવાસી કિન્નરને પ્રેમની જાળમાં ફસાવી હતી. આ પછી અખિલેશ અને કિન્નરનું 7 વર્ષ સુધી અફેર હતું. આ દરમિયાન અખિલેશ કિન્નર પાસેથી પૈસા વસૂલતો રહ્યો હતો. અંતે અખિલેશે કિન્નરને જેંડર ચેંજ કરાવવા દબાણ કર્યું હતું. જેંડર ચેંજ કરાવ્યા બાદ અખિલેશે તેની સાથે લગ્ન કર્યા હતા. આ પછી બધું બદલાઈ ગયું હતું.
અખિલેશ સામાન લઈને થયો ફરાર :કિન્નરે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના સાથીદારોએ અખિલેશને લાખો રૂપિયાનો સામાન દહેજ તરીકે આપ્યો હતો. જેની સાથે તે ભાગી ગયો હતો. કિન્નરનો આરોપ છે કે, લગ્ન બાદ અખિલેશે તેની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન કિન્નરને ખબર પડી કે અખિલેશે તેની સાથે માત્ર પૈસા, લક્ઝરી લાઈફસ્ટાઈલ અને મોંઘી કાર ખરીદવા માટે લગ્ન કર્યા હતા.
દહેજનો સામાન : કિન્નર સમાજે લગ્નમાં અખિલેશને લગભગ 2 તોલા સોનું, 5 તોલા ચાંદી અને 5 મોબાઈલ દહેજ તરીકે આપ્યા હતા. સામાનની સાથે આરોપીઓએ પીડિતા પાસેથી લગભગ 17 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી અને આજદિન સુધી તેણે એક પણ રૂપિયો ખર્ચ કર્યો નથી. પીડિતાના કહેવા પ્રમાણે, અખિલેશ તેનો તમામ સામાન લઈને ભાગી ગયો હતો. પીડિતાના જણાવ્યા મુજબ માર્ચ 2023ના રોજ બંને વચ્ચે ઝઘડો થયો હતો. તે પછી, અખિલેશે 13 એપ્રિલ 2023 ના રોજ ઘર છોડી દીધું અને કહ્યું કે, ફક્ત મને મારી હવસ સંતોષવી હતી.
આ રીતે શરૂ થઈ પ્રેમ કહાની :ઉત્તર પ્રદેશનો રહેવાસી અખિલેશ પાણીપતમાં કેબ ચલાવીને જીવતો હતો. વર્ષ 2016માં બંન્ને એકબીજાને કેબ ડ્રાઈવર અને પેસેન્જર તરીકે મળ્યા હતા. પીડિતાએ ક્યાંક જવા માટે અખિલેશની કેબ બુક કરાવી હતી. ત્યારથી બંને વચ્ચે મુલાકાતોનો દોર વધતો જ ગયો. તેમની મુલાકાત ટૂંક સમયમાં પ્રેમમાં ફેરવાઈ ગઈ. બંન્ને વચ્ચે 7 વર્ષ સુધી અફેર ચાલ્યું હતું. જે બાદ બંન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.