ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News: Republic Day Pared 2022: આજે દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં કઈક આવી હશે ગુજરાતની ઝાંખી, આજે 21 વર્ષ પૂર્ણ થયા કચ્છના ભૂકંપને. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Padma Awards 2022

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, સાયન્સ/ટૅક વાંચો માત્ર એક ક્લિકમાં...

Top News
Top News

By

Published : Jan 26, 2022, 6:06 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

1 Delhi Republic Day Pared 2022: આજે દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં કઈક આવી હશે ગુજરાતની ઝાંખી

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પાલ અને દઢવાવ ગામમાં અંગ્રેજોએ જલિયાંવાલા બાગ (Jaliwala bag incident) કરતાં પણ વધુ ભીષણ હત્યાકાંડ સર્જ્યો હતો, જેમાં 1200 જેટલા આદિવાસીઓ શહીદ (Gujarat tribal martyr) થયા હતા. અત્યાર સુધી અજાણી રહેલી આ ઐતિહાસિક ઘટના (Historic incident of gujarat)ને 100 વર્ષ થઇ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર ટેબ્લોના માધ્યમથી ગુજરાતના આદિવાસીઓની શૌર્યગાથાને દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરશે. Click Here

2 આજે રાજ્યના 19 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિના હસ્તે 'પોલીસ ચંદ્રક એવોર્ડ' એનાયત કરવામાં આવશે

આજે 26મી જાન્યુઆરીના રોજ રાજ્યના 19 પોલીસ જવાનોને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રપતિના વરદ હસ્તે 'પોલીસ ચંદ્રક એવોર્ડ' એનાયત(19 Police personnel awarded 'Police chandrak Award' by President) કરવામાં આવશે. આ અંગે રાજ્યના પોલીસવડા આશિષ ભાટીયાએ પણ સન્માન પ્રાપ્ત કરનાર તમામ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. Click Here

3 Earthquake 2001 flash back : આજે 21 વર્ષ પૂર્ણ થયા કચ્છના ભૂકંપને

26મી જાન્યુઆરી 2001ના દિવસ ગુજરાતના ઈતિહાસમાં કારમાં ભૂકંપના દિવસ તરીકે આજે પણ યાદ રાખવામાં આવે છે. કુદરતના પ્રકોપથી 26મી જાન્યુઆરીના દિવસે સમગ્ર ગુજરાતની ધરા ભયાનક ભૂકંપથી ધ્રૂજી ઊઠી હતી, જેને કારણે અકલ્પનીય જાન-માલનુ નુકસાન થયું થયું હતું. Click Here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 Republic Day 2022: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન, દેશવાસીઓને કરી આ હાકલ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે 73માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને સંબોધિત કર્યા (ram nath kovind address to nation). તેમણે દેશ અને વિદેશમાં વસતા તમામ ભારતના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કોરોનાને લઇને પણ દેશવાસીઓને નિયમોને અનુસરવા જણાવ્યું હતું. Click Here

2 PM Modi Talk with BJP Workers: વડાપ્રધાને ગુજરાત ભાજપના પેજ સમિતિના કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ, મુખ્યપ્રધાન અને પાટીલ જોડાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત ભાજપની પેજ સમિતિના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો (PM Modi interacts with Gujarat BJP Page Committee Workers) હતો. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સક્રિય બન્યા (PM Modi became active for Gujarat Assembly elections) છે.વડાપ્રધાને વિવિધ મુદ્દે વાત કરી હતી. Click Here

3 Padma Awards 2022: CDS રાવતને મરણોત્તર પદ્મ વિભૂષણ, ગુજરાતના આ 6 મહાનુભાવોને પદ્મશ્રી

સરકારે પદ્મ પુરસ્કારો (Padma Awards 2022)ની જાહેરાત કરી છે. 4 લોકોને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યા છે. 17 લોકોને પદ્મ ભૂષણ અને 107 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. ગુજરાતમાંથી સ્વામી સચ્ચિદાનંદજીને પદ્મ ભૂષણ અને રાજ્યના અન્ય 6 મહાનુભાવોને પદ્મશ્રી આપવામાં આવશે. Click Here

4 Gujarat Corona update : રાજ્યમાં આજે ફરી વખત કોરોના કેસમાં થયો વધારો, 24 કલાકમાં 16,608 લોકો થયા સંક્રમિત

રાજ્યમાં આજે ફરી એક વખત કોરોનાના કેસમા(Corona case in Gujarat) વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 16,608 લોકો સંક્રમિત થયા છે અને 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો(Death from corona in Gujarat) છે. તેમજ રાજ્યમાં આજે 2,43,811 લોકોને કોરોનાની રસી પણ(Vaccination in Gujarat) આપવામાં આવી છે. Click Here

5 Tribal Caste Certificate Gujarat: ખોટા આદિવાસીને નહીં મળે આદિજાતિ પ્રમાણપત્ર, આદિજાતિ પ્રધાનનું મહત્વનું નિવેદન

આદિવાસી જાતિ પ્રમાણપત્રના પ્રશ્નોને લઇને આદિજાતિ પ્રધાન નરેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી. સાચા આદિવાસી પ્રમાણપત્રથી વંચિત ન રહી જાય અને ખોટાને પ્રમાણપત્ર ન મળે તે સંબંધિત ચર્ચા થઈ. રાજ્યમાં 14 જિલ્લામાં આદિવાસીઓને પ્રમાણપત્ર મેળવવામાં તકલીફ પડતી હતી. Click Here

  • નિષ્ણાતોના મતે

1 Sub variants of Omicron : ઓમિક્રોનનો સબ વેરીએન્ટ થઈ શકે છે ઘાતક, શું ધ્યાન રાખશો?

ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટના સબ વેરિયન્ટનું(Sub variants of Omicron variant) આગમન થઈ ચૂક્યું છે. ઓમિક્રોનનો સબ વેરિયન્ટ આવતા આરોગ્ય વિભાગમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ઓમિક્રોનનો સબ વેરીએન્ટ જે ફેફસાં પર અસર(Sub variants of Omicron variant of affects by lungscron) કરતો હોવાનું હાલ જાણવા મળ્યું છે, જેને લઈ નિષ્ણાત ડોક્ટરો તેના પર ચિંતન કરી રહ્યા છે. Click Here

Top News

ABOUT THE AUTHOR

...view details