ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS: Gram Panchayat elections 2021: ફોર્મની ચકાસણી કરવામાં આવશે, દેશમાં 50 ટકા લોકોને કોવિડ રસીના બન્ને ડોઝ મળ્યા. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

TOP NEWS: Gram Panchayat elections 2021: ફોર્મની ચકાસણી કરવામાં આવશે, દેશમાં 50 ટકા લોકોને કોવિડ રસીના બન્ને ડોઝ મળ્યા. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
TOP NEWS: Gram Panchayat elections 2021: ફોર્મની ચકાસણી કરવામાં આવશે, દેશમાં 50 ટકા લોકોને કોવિડ રસીના બન્ને ડોઝ મળ્યા. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Dec 6, 2021, 6:59 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1 Gram Panchayat elections 2021 રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ફોર્મની ચકાસણી કરવામાં આવશે

રાજય ચૂંટણી આયોગ (State Election Commission 2021) દ્વારા રાજ્યના 10,000થી વધુ ગામડાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોની ચૂંટણીમાં શનિવારે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હતો, જેમાં સમગ્ર રાજ્યની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં (Gram Panchayat elections) કુલ 31,359 ઉમેદવારોએ ચૂંટણી લડવા માટેની દાવેદારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજથી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 7 ડીસેમ્બરથી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ જાહેર કરવામાં આવી છે. 7 ડિસેમ્બર બાદ ગ્રામ્ય વિસ્તારની ચૂંટણીમાં ઉમેદવારોના ફાઇનલ આંકડો સામે આવશે.Click Here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....

1 Vaccination Against Covid : દેશમાં 50 ટકા લોકોને કોવિડ રસીના બન્ને ડોઝ મળ્યા, માંડવીયાએ આપી માહિતી

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રવિવારે જણાવ્યું હતું કે, ઓમિક્રોન કોવિડ વેરિઅન્ટ (Omicron Covid Variant) વિશે ચિંતા વચ્ચે ભારતની 50 ટકાથી વધુ પુખ્ત વસ્તીને કોરોના રસીના બન્ને ડોઝ આપવામાં લાગી ગયા (Vaccination Against Covid) છે, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 127.61 કરોડથી વધુ ડોઝ (Anti Covid Vaccine) આપવામાં આવ્યા છે. Click Here

2 ઓમિક્રોને રાજસ્થાનમાં પણ દસ્તક આપી: જયપુરના 9 દર્દીઓમાં કોરોનાનો નવો વેરિયન્ટ

ઓમિક્રોને રાજસ્થાનમાં પણ દસ્તક આપી છે. રવિવારે રાજધાની જયપુરમાં 9 દર્દીઓમાં કોરોનાનો આ નવો વેરિયન્ટ (Omicron cases in Rajasthan ) જોવા મળ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. Click Here

3 ગુજરાતમાં હજુ સુધી ઓમિક્રોનના એટલા કેસો નથી, જેથી વાયબ્રન્ટ સમીટ પર અસર પડે: આરોગ્ય પ્રધાન

વિદેશથી આવતા લોકોમાં ઓમિક્રોન (Omicron in Gujarat) વેરિયન્ટ સંક્રમણ ફેલાય નહીં તેને લઈને સરકાર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે પરંતુ વાયબ્રન્ટ સમિટને એક મહિનાથી વધુ સમય ગાળો બચ્યો છે ત્યારે બહારથી ડેલિગેશન અહીં આવશે અને આપણું ડેલિગેશન પણ વિદેશી કન્ટ્રીમાં પહોંચી રહ્યું છે, ત્યારે તેમના પણ RTPCR રિપોર્ટ કરવામાં આવશે અને SOPનું પાલન કરવાનું રહેશે, પરંતુ વાયબ્રન્ટ સમિટ પર સંક્રમણ ફેલાવાની શકયતા છે કે નહીં, તેને લઈને આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, અત્યારની પરિસ્થિતિમાં વાયબ્રન્ટ સમિટને કોઈ વાંધો નહીં આવે. Click Here

4 Death threat to rakesh tikait : ખેડૂત નેતા રાકેશ ટિકૈતને મારી નાંખવાની મળી ધમકી

ખેડૂત નેતા રાકેશ ટિકૈતને ફરી એક વખત મારી નાંખવાની ધમકી(Death threat to rakesh tikait) મળી છે. ગાઝીયાબાદ કૌશાંબી પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરીયાદ પણ દાખલ (FIR lodged in kaushambi police station) કરવામાં આવી છે. શનિવારે રાકેશ ટિકૈટને ફોન કરીને(Rakesh tikait death threat on call) અભદ્ર ગાળો આપવામાં આવી અને પછી તેને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. Click Here

5 Amit Shah Visits Rajasthan :જેસલમેર ખાતે શાહે BSFના 57માં રાઈઝિંગ ડે કાર્યક્રમમાં હાજરી આપી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જેસલમેરમાં (Amit Shah Visits Rajasthan) શહીદ પૂનમ સિંહ સ્ટેડિયમમાં આયોજિત થનારા BSF રાઇઝિંગ ડેમાં હાજરી આપી હતી. આ પછી તેઓ એરફોર્સના વિશેષ વિમાન દ્વારા જયપુર જવા રવાના થશે. આ દરમિયાન શાહ રાજસ્થાન ભાજપ કોર કમિટીની મહત્વની બેઠકમાં ભાગ (Rajasthan BJP Core Committee meeting) લેશે. Click Here

  • સાયન્સ અને ટેક્નો:

1 New You Tube Feature યૂટયૂબે વીડિયો માટે શરૂ કર્યું "લિસનિંગ કંટ્રોલ" ફીચર

યૂટ્યૂબએ કથિત રીતે એન્ડ્રોઇડ અને આઇઓએસ ઉપયોગ કરતા માટે એક "લિસનિંગ કંટ્રોલ" (Listening controls Feature) સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નવી સુવિધાનો ઉપયોગ માત્ર યૂટ્યૂબ પ્રીમિયમ ( You tube Premium) ગ્રાહકો કરી શકશે. મીડિયા રિપોર્ટ અનુસાર, લિસનિંગ કંટ્રોલ" વીડિયો વિંડોની હેઠળ દરેક વસ્તુને એક અલગ શીટથી બદલી નાંખે છે. પ્લે/પાઉસ, નેક્સ્ટ/પિછલા અને 10-સેકંડ રિવાન્ડ/ફોરવર્ડ મુખ્ય બટન છે. Click Here

ABOUT THE AUTHOR

...view details