ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજથી રુપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણની ઉજવણી શરુ, હરિપ્રસાદ સ્વામીજીની અંતિમસંસ્કાર વિધિ વાંચો, ETV Bharatના ટોપ ન્યૂઝ... - BIG NEWS

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

ETV Bharatના ટોપ ન્યૂઝ...
ETV Bharatના ટોપ ન્યૂઝ...

By

Published : Aug 1, 2021, 5:02 AM IST

આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1.સોખડા ખાતે સંત હરિપ્રસાદ સ્વામીજીની આજે અંતિમસંસ્કાર વિધિ

વડોદરાના હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહની આજે સોમવારે બપોરે 2:30 વાગ્યે અંતિમસંસ્કાર વિધિ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હરિપ્રસાદ સ્વામીજી 26 જુલાઈના રોજ તેઓ મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા હતા. આ બાદ સોખડાના સ્વામિનારાયણ મંદિર ખાતે તેમના નશ્વર દેહને ભક્તો માટે દર્શન અર્થે રાખવામાં આવ્યો હતો. આ તકે હજારોની સંખ્યામાં ભક્તો સ્વામીજીના દર્શન કરતા હતા. વધુ જાણો Click Here

2.ઓલિમ્પિકનો આજે 10મો દિવસ, આ ખેલાડીઓ મારી શકે બાજી

ટોક્યો ઓલિમ્પિકના આજે 10મા દિવસે ભારતના દ્રષ્ટિકોણથી સુપર સન્ડેની સૌથી મોટી મેચ પુરુષોની હોકીની ક્વાર્ટર ફાઇનલ હશે. ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો સામનો ગ્રેટ બ્રિટન સાથે થશે. મેન્સ હોકીની રવિવારે યોજાનારી ક્વાર્ટર ફાઇનલમાં પણ તેની પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. જો ભારત ક્વાર્ટર ફાઇનલ જીતે તો તે 1980 મોસ્કો ઓલિમ્પિક્સ પછી પ્રથમ વખત સેમિફાઇનલમાં સ્થાન સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત, ભારતના હેવીવેઈટ બોક્સર સતીશ કુમાર રવિવારે મેચ રમશે. મહત્વનું છે કે, સતીશનો આ પહેલો ઓલિમ્પિક છે, પોતાના ડેબ્યુ ઓલિમ્પિકમાં જ તેનું પ્રદર્શન ખૂબ સારુ રહ્યું છે. વધુ જાણોClick Here

3.રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી

રાજ્યમાં તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ભાજપ સરકાર માંથી ફક્ત મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ 5 વર્ષ પૂર્ણ કર્યા છે. સમગ્ર રાજ્યમાં આજે 1થી 9 ઓગસ્ટ સુધી પાંચ વર્ષની ઉજવણી કરવામાં આવશે. આમ, જેથી 1 ઓગસ્ટના દિવસે શિક્ષણ ક્ષેત્રમાં 5 વર્ષમાં કરેલા કાર્યોની સિદ્ધિ અને આગામી ભવિષ્યના આયોજનો અને નવા કાર્યક્રમોની જાહેરાત પણ રવિવારે 1 ઓગસ્ટના દિવસે ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિર ખાતે કાર્યક્રમ રૂપી ઉજવણી કરવામાં આવશે. વધુ જાણો Click Here

ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. 4 લાખમાંથી માત્ર 691 વિદ્યાર્થીઓને જ A1 ગ્રેડ

કોરોનાને લઈને ધોરણ 12ના વિદ્યાર્થીઓને રાજ્ય સરકારે માસ પ્રમોશન આપીને ગઈકાલે 31 જુલાઈના રોજ સવારે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષનું પરિણામ બોર્ડના ઇતિહાસમાં ગ્રેડને લઈને અત્યાર સુધીનું સૌથી ખરાબ પરિણામ હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં 4 લાખમાંથી માત્ર 691 વિદ્યાર્થીઓને જ A1 ગ્રેડ આવ્યો છે. 100 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા પરંતુ ગ્રેડ વાઇઝ રિઝલ્ટ ડાઉન આવ્યું છે. વધુ જાણો Click Here

2. દેશમાં પ્રથમ વખત ગુજરાતમાં બનશે એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર

ગુજરાતમાં ગેસ ઉત્પાદન, કોલસાનું ઉત્પાદન, ખનિજનું ઉત્પાદન થઈ રહ્યું છે, ત્યારે હવે એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન પણ ગુજરાતમાં થશે. આ બાબતે રાજ્યના ઉડ્ડયન પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચિલ્ડ્રન યુનિવર્સિટીના કાર્યક્રમમાં પત્રકાર પરિષદને સંબોધતા જાહેરાત કરી હતી. આ બાબતે, ગુજરાત સરકારના ઉડ્ડયન વિભાગ અને ખાનગી કંપની વચ્ચે એક ખાસ MOU કરવામાં આવ્યા છે. વધુ જાણો Click Here

3. સામાન્ય ઝઘડામાં પૂત્રએ પિતાનું ઢીમ ઢાળ્યું

રાજકોટમાં રૈયા ગામ નજીક પૂત્રએ પિતાની હત્યા કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં સામાન્ય બાબતને લઈને પિતા-પુત્ર વચ્ચે માથાકૂટ થતા પૂત્રએ પિતાને માર માર્યો હતો. આથી, તેમને વધુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું છે. હાલ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ દ્વારા આ મામલે પૂત્ર પર હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. વધુ જાણો Click Here

4. ભાજપના નેતા બાબુલ સુપ્રિયોએ છોડ્યું રાજકારણ

બંગાળ ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોએ રાજનીતિમાંથી સન્યાસની જાહેરાત કરી છે, આ ઉપરાંત પોતે સાંસદ પદ પરથી પણ રાજીનામું આપ્યું છે. આ દરમિયાન તેમણે જણાવ્યું છે કે, તેઓ એક મહિનાની અંદર પોતાને આપવામાં આવેલું સરકારી નિવાસ સ્થાન પણ છોડી દેશે. આ માહિતી તેમણે ફેસબુકના માધ્યમથી આપી હતી. વધુ જાણો Click Here

5. ઓલિમ્પિકનો 9મા દિવસે ભારત માટે નિરાશાજનક

ટોક્યો ઓલિમ્પિકનો 9મો દિવસ ભારત માટે ખાસ કંઈ ન રહ્યો. બોક્સિંગ અને બેડમિન્ટનમાં નિરાશા જોવા મળી છે. સ્ટાર શટલર પીવી સિંધુ ફાઇનલની રેસમાંથી બહાર છે. જોકે,સિંધુ પાસે મેડલ જીતવાની બીજી તક હજી બાકી છે. વધુ જાણો Click Here

Explainers :

ભારતીય રાજકારણ ધર્મ અને જાતિ પર ઉભું છે. આ જ કારણ છે કે જ્યારે પણ વસ્તી ગણતરીની વાત થાય છે, ત્યારે જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દાઓને લઈને વિવાદ સર્જાતા હોય છે. આના સમર્થનમાં બહાર આવેલા રાજકીય પક્ષોની માંગનો ઉદ્દેશ માત્ર પછાત વર્ગના આંકડાઓ સામે લાવવાનો છે. જો કે, ભારત સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગને ફગાવી દીધી છે. વધુ જાણો Click Here

અન્ય સમાચારો...

1. મુળ ભારતના રાશિદ હુસૈન બન્યા આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા રાજદૂત

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ભારતીય મૂળના રાશિદ હુસૈનને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટે એમ્બેસેડર-એટ-લાર્જ તરીકે નામ આપ્યું છે. હુસૈન ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી કૂટનીતિનું નેતૃત્વ કરનાર પ્રથમ મુસ્લિમ હશે. શું છે એમ્બેસેડર-એટ-લાર્જ રાજદૂત...વધુ જાણો Click Here

2. આંખોની CCM તપાસથી જાણી શકાય છે કે Long Covid ?, કરાયો આભ્યાસ...

તાજેતરમાં બ્રિટિશ જર્નલ ઓફ ઓપ્થાલ્મોલોજીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ કોર્નિયલ ચેતાતંતુઓનો અભાવ અને આંખના કોર્નિયાની સપાટી પર મુખ્ય રોગપ્રતિકારક કોશિકાઓ વૃદ્ધિની તપાસ કરવાથી 'લોંગ કોવિડ' ધરાવતા દર્દીઓને ઓળખી શકાય છે. વધુ જાણો Click Here

ધ્રાંગધ્રામાં જૂથ વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે બે જૂથ વચ્ચે મારામારીનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે વાયરલ વીડિયોમાં લાકડી અને ધોકા વડે સામસામે મારામારી કરતા નજરે પડે છે. પ્રાથમિક તપાસમાં ક્રિકેટ રમવા બાબતે મારામારી થઈ હોવાની આશંકાઓ સેવાઇ રહી છે. પોલીસે વાયરલ વીડિયોને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharatના ટોપ ન્યૂઝ...

ABOUT THE AUTHOR

...view details