નવી દિલ્હી: નાણાં લેવા અને સંસદમાં પ્રશ્નો પૂછવાના મામલામાં TMC સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ તથ્યોની તપાસ કરવા આજે એથિક્સ કમિટીની પ્રથમ બેઠક યોજાશે. TMC સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ ફરિયાદ કરનારા બીજેપી સાંસદ નિશિકાંત દુબે અને એડવોકેટ જય અનંત દેહદરાય વિનોદ સોનકરની આગેવાની હેઠળની એથિક્સ કમિટિ સમક્ષ હાજર થશે. સમિતિને આ કેસ સાથે જોડાયેલા પુરાવા અને તથ્યો વિશે માહિતી આપશે.
મહુઆ વિરુદ્ધ પુરાવા રજૂ કરશે: માહિતી અનુસાર એડવોકેટ જય અનંત દેહદરાય એથિક્સ કમિટી સમક્ષ હાજર થવા માટે સંસદ પહોંચ્યા છે. લોકસભાની એથિક્સ કમિટીએ એડવોકેટ જય અનંત દેહાદરાયને બોલાવ્યા છે. IANS સાથે ખાસ વાત કરતી વખતે, સમિતિના અધ્યક્ષ વિનોદ સોનકરે પહેલેથી જ નિવેદન આપ્યું છે કે સમિતિ મહુઆ મોઇત્રાને પણ પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપશે અને આ માટે તેને પણ સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવા માટે પણ બોલાવવામાં આવશે.
IANS સાથે વાત કરતાં વિનોદ સોનકરે એમ પણ કહ્યું હતું કે, સમિતિને દર્શન હિરાનંદાનીનું એફિડેવિટ પણ મળી ગયું છે. આ આરોપને ખૂબ જ ગંભીર ગણાવતા તેમણે કહ્યું કે સમિતિ તમામ તથ્યો, પુરાવાઓ, આરોપો, પત્રો અને સોગંદનામાની ઊંડાણપૂર્વક તપાસ કર્યા પછી જ તેના નિષ્કર્ષ પર પહોંચશે.
ગૃહની એથિક્સ કમિટી કરશે તપાસ:ઉલ્લેખનીય છે કે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ TMC સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ ભાજપના સાંસદ નિશિકાંત દુબે દ્વારા નાણાં અને ગિફ્ટ લેવા અને ગૃહમાં પ્રશ્નો પૂછવા અંગેની ફરિયાદ તપાસ માટે ગૃહની એથિક્સ કમિટીને મોકલી હતી. એથિક્સ કમિટીએ TMC સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ ફરિયાદ કરનારા બીજેપી સાંસદ નિશિકાંત દુબે અને એડવોકેટ જય અનંત દેહદરાયને સમિતિએ મૌખિક પુરાવા આપવા માટે બોલાવ્યા હતા. ભાજપ સિવાય, બીજેપી સાંસદ વિનોદ સોનકરની અધ્યક્ષતાવાળી લોકસભાની એથિક્સ કમિટીમાં કોંગ્રેસ, શિવસેના, બીએસપી, સીપીએમ, વાયએસઆર કોંગ્રેસ અને જેડીયુના સાંસદો પણ સભ્ય તરીકે સામેલ છે.
- Mahua Moitra Vs Nishikant Dubey: મહુઆ મોઇત્રા કેસમાં લોકસભાની એથિક્સ કમિટીએ દુબેને મોકલ્યા સમન્સ
- MP Mahua Moitra : તૃણમૂલ કોંગ્રેસે મહુઆ મોઇત્રા સંબંધિત વિવાદથી અંતર જાળવવાનું નક્કી કર્યું