પુલવામા: જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં સ્થિત અવંતીપોરા વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર માર્યો હતો. આતંકવાદીની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી છે. માર્યો ગયો આતંકવાદી કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યામાં સામેલ હતો. તે TRF માટે કામ કરતો હતો. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશનમાં લાગેલા છે. આ વિસ્તારમાં કેટલા આતંકવાદીઓ ફસાયેલા છે તેની માહિતી મળી શકી નથી.
આ પણ વાંચો:Gujarat News: ગુજરાતમાં વલસાડ ફાર્મા કંપનીમાં થયા ધમાકા, 3ના મૃત્યુ, 2 ઈજાગ્રસ્ત
આતંકવાદીઓ છુપાયા હોવાની મળી બાતમી: કાશ્મીરના ADGP અનુસાર માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ પુલવામાના આકિબ મુસ્તાક ભટ તરીકે થઈ છે. તેણે શરૂઆતમાં હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદી સંગઠન માટે કામ કર્યું હતું, આજકાલ તે TRF સાથે કામ કરી રહ્યો હતો. તે કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યામાં સામેલ હતો. કાશ્મીર ઝોનના પોલીસ અધિકારીએ ટ્વિટ કરીને માહિતી આપતા કહ્યું કે, પુલવામા જિલ્લાના પદગામપોરા અવંતીપોરામાં એન્કાઉન્ટર થયું હતું. અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. મળતી માહિતી મુજબ પદગામપોરા અવંતિપોરા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.