- જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ
- બે આતંકી ઠાર કરાયા
- સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થવાના સમાચાર સામે આવ્યા છે. થોડા સમયથી ખીણમાં આતંકીઓ સતત સેનાનું નિશાન બની રહ્યા છે. ગઈકાલે પણ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર થયા હતા.જોકે હાલ 2 આતંકી ઠાર કરવામાં આવ્યા છે.
બુધવારે લશ્કર-એ-તૈયબાનો પાકિસ્તાની કમાન્ડર એજાઝ ઉર્ફે અબુ હુરૈરા ઠાર
ગઈકાલે IGP કાશ્મીરે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક લશ્કર-એ-તૈયબાનો પાકિસ્તાની કમાન્ડર એજાઝ ઉર્ફે અબુ હુરૈરા હતો. તો આ સાથે જ બે સ્થાનિક આતંકીઓ પણ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે AK 47 રાઇફલ અને એક પિસ્તોલ મળી આવી હતી. આઠ કલાકની કાર્યવાહીમાં પાકિસ્તાની આતંકવાદી એજાઝ ઉર્ફે અબુ હુઇરા અને બે સ્થાનિક આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ કુખ્યાત આતંકવાદીઓ અનેક દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા.