ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટીવી અભિનેત્રીના હત્યારા આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં ઠાર - TV actress murder shot dead in Awantipora

જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરા વિસ્તારના હાંજીપોરા (Awantipora encounter started)માં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા (Encounter broke in Aganhanzipora ) છે. આ આતંકવાદીઓ ટીવી અભિનેત્રી અમરીન ભટની હત્યામાં સામેલ હતા.

ટીવી અભિનેત્રીના હત્યારા આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં ઠાર
ટીવી અભિનેત્રીના હત્યારા આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં ઠાર

By

Published : May 27, 2022, 8:59 AM IST

શ્રીનગરઃજમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારના હાંજીપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા (Awantipora encounter started) છે. આ આતંકવાદીઓ ટીવી અભિનેત્રી અમરીન ભટની હત્યામાં સામેલ (Encounter broke in Aganhanzipora) હતા. આતંકવાદીઓએ ત્રણ દિવસ પહેલા એક પોલીસકર્મી અને તેના પુત્રને ગોળી મારી (Encounter started in Awantipor) હતી. આ હુમલામાં પોલીસકર્મીનું મોત થયું હતું, જ્યારે પુત્રી ઘાયલ થઈ હતી. હોસ્પિટલમાં પુત્રીની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો:હૈદરાબાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું 17 પ્રશ્નો સાથે સ્વાગત, TRS પાર્ટીના પડતર પ્રશ્નો

3 દિવસમાં 10 આતંકવાદીઓ માર્યા ગયા:કાશ્મીર ઝોનના IG વિજય કુમારે જણાવ્યું કે, ટીવી કલાકાર અમરીન ભટની જઘન્ય હત્યાનો મામલો 24 કલાકમાં ઉકેલી લેવામાં આવ્યો (TV actress murder shot dead in Awantipora) છે... કાશ્મીર ઘાટીમાં 3 દિવસમાં 10 આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાં 3 જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના 7 આતંકવાદીઓ માર્યા ગયા છે. ગઈકાલે રાત્રે બે એન્કાઉન્ટર થયા છે.

લશ્કર-એ-તૈયબાના 2 આતંકવાદીઓ:શ્રીનગર પોલીસને સમાચાર મળ્યા હતા કે દક્ષિણ કાશ્મીરથી લશ્કર-એ-તૈયબાના 2 આતંકવાદીઓ અહીં આવ્યા છે. આ અંગે આગળની કાર્યવાહી કરતાં શ્રીનગર પોલીસની ટીમે બંનેને ઠાર માર્યા હતા. બીજી એન્કાઉન્ટર અવંતીપોરામાં થઈ હતી જેમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ મામલો ટીવી અભિનેત્રી અમરીન ભટ સાથે જોડાયેલો હતો.

આ પણ વાંચો:જમ્મુ કાશ્મીરના અવંતીપોરાંમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ શરૂ, કાશ્મીર પોલીસે કર્યું મહત્ત્વનું ટ્વીટ

એક્ટર અમરીન ભટની હત્યા:માર્યા ગયેલા બે સ્થાનિક આતંકવાદીઓની ઓળખ શાહિદ મુશ્તાક ભટ અને ફરહાન હબીબ તરીકે થઈ છે. તેણે લશ્કર કમાન્ડર લતીફના નિર્દેશ પર ટીવી એક્ટર અમરીન ભટની હત્યા કરી હતી. એક AK 56 રાઈફલ, 4 મેગેઝીન અને એક પિસ્તોલ મળી આવી છે.

ABOUT THE AUTHOR

...view details