અવંતીપોરા: જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં ગુરુવારે એન્કાઉન્ટર (Encounter breaks out in Awantipora) શરૂ થયું છે. પોલીસે જણાવ્યું હતું કે સ્વ. અમરીન ભટના બંને હત્યારાઓ, અવંતીપોરાના એન્કાઉન્ટરમાં ફસાયેલા છે. અવંતીપોરાના અગનહાંઝીપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળો સામસામે (Firing Between Army And Militants) આવી ગયા છે. આ ઘટનાને લઈને જમ્મુ કાશ્મીર પોલીસે એક ટ્વીટ કર્યું હતું.
જમ્મુ કાશ્મીરના અવંતીપોરાંમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ શરૂ, કાશ્મીર પોલીસે કર્યું મહત્ત્વનું ટ્વીટ - Encounter breaks out in Awantipora
J&K ના અવંતીપોરાના અગનહાંઝીપોરા (Encounter breaks out in Awantipora) વિસ્તારમાં એક એન્કાઉન્ટર શરૂ થયું છે, જેમાં બે લશ્કર-એ-તૈયબા (LeT) ના આતંકવાદીઓ છે, જે 35 વર્ષીય ટીવી અભિનેતાની હત્યાના કેસમાં ફસાયેલા છે.
આ પણ વાંચો:મુંબઈ પોલીસના એસીપીનો ગીત ગાતો વીડિયો વાયરલ, બધાના દિલ જીતી લીધા
હત્યામાં હતા સામિલ: બંને અમરીન ભટના હત્યારાઓ છે. આ પહેલા બુધવારે જમ્મુ અને કાશ્મીરના બડગામના ચદૂરા વિસ્તારમાં કાશ્મીરી ટીવી એક્ટ્રેસ અમરીન ભટની આતંકીઓએ હત્યા કરી હતી, જ્યારે તેનો 10 વર્ષનો ભત્રીજો ઈજાગ્રસ્ત થયો હતો. આ પહેલા અવંતીપોરામાંથી જ જૈશ એ મોહમ્મદનો આતંકી સૈન્યના હાથે ઠાર મરાયો હતો. છેલ્લા એક અઠવાડિયાથી જમ્મુ કાશ્મીરમાં હિંસા અને ફાયરિંગની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે.