જમ્મુ:પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. કાશ્મીર પોલીસે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, પુલવામાના મિત્રગામ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટર મિત્રગામ વિસ્તારમાં થયું હતું. કાશ્મીર પોલીસે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે પુલવામાના મિત્રગામ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે.
સુરક્ષાદળોએ મુશ્તાક ભટ નામના આતંકીને ઠાર કર્યો:પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. આ પહેલા સુરક્ષાદળોએ મુશ્તાક ભટ નામના આતંકીને ઠાર કર્યો હતો. આતંકવાદી મુસ્તાક ભટે પુલવામામાં કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યા કરી હતી. આ પછી સુરક્ષાદળોએ 48 કલાકની અંદર આતંકીને ઠાર કર્યો હતો. મુસ્તાક ભટ આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ અને હિઝબુલ મુજાહિદ્દીન માટે કામ કરતો હોવાની માહિતી મળી હતી.
Punjab News: માણસામાં 6 વર્ષના બાળકની હત્યા, મુસેવાલાના પરિવારે મૃતકના પરિવારને પાઠવી સાંત્વના