પુલવામા:જમ્મુ અને કાશ્મીરના પુલવા જિલ્લાના ચાંદગામ વિસ્તારમાં (Encounter in Pulwama ) સુરક્ષા દળોએ ખતરનાક આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર સ્થળ પરથી અત્યાધુનિક હથિયારો અને અન્ય ઘણી ગુનાહિત વસ્તુઓ મળી આવી છે.
કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું
કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે (Inspector General of Police Vijay Kumar) જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ (JeM)ના હતા અને તેમાં એક પાકિસ્તાની નાગરિકનો પણ સમાવેશ થાય છે. (IGP),
ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યા