શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં બુધવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે (jammu and kashmir encounter IN 2 terrorists killed). જમ્મુ અને કાશ્મીર પોલીસે આ ઘટના અંગેની માહિતી આપી છે. ADGP કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે માર્યા ગયેલા બંને આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હતા (Jaish e Mohammed terrorist organization). આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. અથડામણ દરમિયાન એક નાગરિક પણ ઇજાગ્રસ્ત થયો હતો. તેને શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભિર જણાવવામાં આવી રહી છે.
જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં એન્કાઉન્ટર, બે આતંકવાદીઓ થયા ઢેર - સોપોરમાં એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા
ઉત્તર કાશ્મીરના સોપોરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જ્યારે આ દરમિયાન ગોળીબારમાં એક નાગરિકને ગોળી વાગી હતી. હાલ હોસ્પિટલમાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. jammu and kashmir encounter IN 2 terrorists killed, jammu and kashmir IN encounter, Encounter in Sopore Jammu and Kashmir
2 આતંકિ થયા ઢેર પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, સોપોરના બોમાઈ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સુરક્ષાકર્મીઓથી ઘેરાયેલા જોઈને આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને ભાગી જવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. સુરક્ષાકર્મીઓની અસરકારક વ્યૂહરચનાથી તેમને ભાગવાની તક મળી નહીં અને આ રીતે તેમની વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું. સુરક્ષા દળોને આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓની હાજરીની માહિતી મળી છે. સુરક્ષા કર્મચારીઓએ આસપાસના વિસ્તારોને કોર્ડન કરી લીધા છે અને ભાગી જવાના તમામ માર્ગોની સુરક્ષા કરી છે.