ન્યૂયોર્કઃ એલન મસ્કે ટ્વિટર ખરીદવાની ડીલ ફાઈનલ (Elon Musk and Twitter Deal) થવા અંગેના કેટલાક સંકેત આપ્યા હતા. લાંબા સમયની રાહ જોયા બાદ આખરે એ સમય આવી ગયો છે, જ્યારે એલોન મસ્ક ટ્વિટરના હેડ ક્વાર્ટરમાં ઉતર્યા (Elon Musk at Twitter Headquarters) હતા. કોર્ટના આદેશ અનુસાર, 44 ડોલર બિલિયનની આ ડીલશુક્રવાર સુધીમાં પૂર્ણ થવાની છે. આ સાથે મસ્કે તેના ટ્વિટર બાયોમાં પણ ફેરફાર કર્યો છે. તેમણે સૌપ્રથમ પોતાની ટ્વિટર પ્રોફાઈલમાં લોકેશન 'Twitter Headquarters' બનાવ્યું. આ પછી તેમણે વર્ણનકર્તાને 'ચીફ ટ્વિટ' લખ્યુ છે.
એલોન મસ્કે ટ્વિટર હેડક્વાર્ટરની મુલાકાત લીધી, Chief Twit લખ્યું - ટ્વિટર હેડક્વાર્ટર ખાતે એલોન મસ્ક
એલન મસ્કે ટ્વિટર ખરીદવાની ડીલ (Elon Musk and Twitter Deal) ફાઈનલ થવા અંગેના કેટલાક સંકેત આપ્યા હતા. એલોન મસ્ક બુધવારે અચાનક સાન ફ્રાન્સિસ્કોમાં ટ્વિટરના હેડ ક્વાર્ટર (Elon Musk at Twitter Headquarters) પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેણે પોતાની સાથે એક સિંક પણ લીધો હતો, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.
ટ્વિટર હેડક્વાટર: સોશિયલ મીડિયા પર ટ્વીટ થઈ રહી છે વાયરલ- ઈલોન મસ્કે પણ સોશિયલ મીડિયા પર ટ્વિટરઓફિસ પહોંચવાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, એલોન મસ્ક દ્વારા ટ્વિટ કરવામાં આવેલા વીડિયોમાં તે ટ્વિટર હેડ ક્વાર્ટરમાં સિંક લઈને જઈ રહેલા જોવા મળી રહ્યા છે. તેઓ પોતે સિંક ઉપાડે છે અને ઓફિસમાં પ્રવેશે છે. તેમણે વિડિયોને કેપ્શન આપ્યું અને લખ્યું, 'Entering Twitter HQ- let that sink in'.
ટ્વિટર હેડક્વાટરમાં એલન મસ્ક: ટ્વિટર ઑફિસ પહોંચવાના એક દિવસ પહેલા એલોન મસ્કે મંગળવારે આ ડીલમાં ફંડ ઉપલબ્ધ કરાવનારા બેંકર્સ સાથે મીટિંગ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે ટ્વિટરના ચીફ માર્કેટિંગ ઓફિસરે કર્મચારીઓને એક મેઇલ મોકલીને માહિતી આપી હતી કે,''મસ્ક સ્ટાફને સંબોધવા માટે આ અઠવાડિયે સાન ફ્રાન્સિસ્કો હેડક્વાર્ટરની મુલાકાત લેશે''. શુક્રવારે લોકો તેમને સીધું સાંભળી શકશે. ડેલવેર ચેન્સરી કોર્ટના ન્યાયાધીશ કેથલીન મેકકોર્મિકે મસ્કને તારીખ 28 ઓક્ટોબરે શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધીમાં સોદો પૂર્ણ કરવા અને બંધ કરવાનો આદેશ આપ્યો હતો.