Jharkhand News : લાતેહારમાં જંગલી હાથીઓએ તબાહી મચાવી, એક જ પરિવારના ત્રણ લોકોને કચડી નાખ્યા - लातेहार में हाथियों का उत्पात
ઝારખંડના લાતેહારમાં હાથીઓના આંતકમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં ગઇકાલે એક હાથીઓના ટોળાએ એક જ પરિવારના ત્રણ લોકોને કચડી નાખતા તેમનું મૃત્યું થયું છે. આ ઘટના ચંદવા પોલીસ સ્ટેશન વિસ્તારના માલ્હનની છે.
Etv Bharat
By
Published : May 5, 2023, 5:11 PM IST
ઝારખંડ :જિલ્લામાં હાથીઓનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. ગુરુવારે મોડી રાત્રે, જંગલી હાથીઓ ચંદવા પોલીસ સ્ટેશન વિસ્તારના મલ્હન પંચાયતમાં એક ઈંટના ભઠ્ઠા પર પહોંચ્યા અને એક જ પરિવારના ત્રણ લોકોને કચડી નાખ્યા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો.
હાથીઓનો હુમલો - ગઈકાલે રાત્રે ઈંટોના ભઠ્ઠામાં કામ કરતો મજૂર ફનુ ભુઈયા તેની પત્ની અને નાની બાળકી સાથે ઈંટના ભઠ્ઠામાં એક નાનકડા ઝૂંપડામાં સૂતો હતો. આ દરમિયાન હાથી ટોળાએ ઈંટના ભઠ્ઠા પર હુમલો કર્યો હતો. હાથીઓએ ઝૂંપડામાં સૂતેલા ફનુ ભુઈયા, તેની પત્ની બબીતા દેવી અને 3 વર્ષની પુત્રીને લઈ જઈને કચડી નાખ્યા હતા. આ દરમિયાન હાથીઓએ ઈંટોના ભઠ્ઠામાં પર તોફાન મચાવ્યા હતા. ત્યાં કામ કરતા અન્ય મજૂરો કોઈક રીતે જીવ બચાવીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્રણેય મૃતકો ગઢવા જિલ્લાના રહેવાસી હતા.
પરિવારના 3 લોકોના થયા મોત -ઈંટના ભઠ્ઠામાં કામ કરતા અન્ય એક મજૂરે જણાવ્યું કે, હાથીઓ અચાનક ઈંટના ભઠ્ઠામાં પહોંચી ગયા હતા. મજૂરનું કહેવું છે કે ટોળામાં હાથીઓની સંખ્યા 12થી વધુ હતી. અમે સમજી શક્યા ત્યાં સુધીમાં, હાથીઓએ હુમલો કર્યો અને ત્રણ લોકોને કચડી નાખ્યા હતા. બાકીના લોકો કોઈક રીતે જીવ બચાવીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. તે પછી હાથીઓ જંગલ તરફ ગયા હતા. બાદમાં આ અંગેની માહિતી પોલીસને આપવામાં આવી હતી. જે બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો.
વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીઃઅહી ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. વન અધિકારીઓનું કહેવું છે કે હાથીના હુમલામાં મૃત્યુ પામેલા લોકોના સંબંધીઓને વિભાગ દ્વારા યોગ્ય વળતર આપવામાં આવશે. વિભાગના અધિકારીઓએ એમ પણ કહ્યું કે હાથીઓને ભગાડવા માટે બહારથી ટીમ બોલાવવામાં આવી રહી છે.
ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ : અહીં ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા ઘણા મહિનાઓથી આ વિસ્તારમાં હાથીઓનો આતંક ચાલુ છે. તેમ છતાં વિભાગ દ્વારા કોઈ હકારાત્મક પ્રયાસો કરવામાં આવતા નથી. ગ્રામજનોએ કહ્યું કે જો હાથીઓનો આતંક આમ જ ચાલતો રહેશે તો લોકોને ગામ છોડીને ભાગી જવાની ફરજ પડશે.